Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

લાખાજીરાજ સોસાયટીમાંથી ૧૦ બીયર કબ્જેઃ રોહિતની શોધખોળ

રાજકોટ તા. ૭: દૂધ સાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૭/૮ની વચ્ચે રહેતાં રોહિત રમેશભાઇ સુરાણીના ઘર પાસેથી રૂ. ૧૦૦૦ના બીયરના ૧૦ ટીન તથા ૪૫ હજારનું એકટીવા કબ્જે કર્યુ છે. આ બીયર રોહિતના હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પી.આઇ. બી. ટી. વાઢીયાની સુચના હેઠળ પીએસઆઇ પી. ડી. જાદવ, હેડકોન્સ. કનુભાઇ ઘેડ, આશિષભાઇ દવે, નરસંગભાઇ ગઢવી, જયદિપસિંહ ઝાલા, રમેશભાઇ માલકીયા તથા કિશોરસિંહ જાડેજા પેટ્રોલીંગમાં હતાં ત્યારે રમેશભાઇ અને કિશોરસિંહની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

દેશી દારૂ સાથે ત્રણ પકડાયાઃ એક ભાગી ગયો

વછરાજનગરનો સાહિલ આજીડેમ પોલીસના કોન્સ. શૈલેષભાઇને જોઇ રૂ. ૧૨૦નો દારૂ મુકી ભાગી ગયો હતો. જ્યારે પુનિતનગર પાણીના ટાંકા પાસેથી શાંતા મગનભાઇ વાઘેલાને રૂ. ૧૬૦ના દારૂ સાથે  અને છોટુનગર ઝૂપડા પાસેથી પ્રભા મનસુખભાઇ જખાણીયાને રૂ. ૬૦ના દારૂ સાથે તેમજ કાલાવડ રોડ આંબેડકરનગરમાંથી ભાવના હિતેન રાઠોડને રૂ. ૧૨૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં.

(2:37 pm IST)