Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

વૈશાલીનગરના મયુર ભરવાડને રૈયામાંથી એસઓજીએ પિસ્તોલ સાથે પકડી લીધો

અગાઉ લૂંટ-મારામારીમાં સંડોવાયો હતોઃ અદાવત ચાલતી હોઇ અજમેર તરફથી હથીયાર લાવ્યાનું રટણઃ રિમાન્ડની તજવીજ : હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી,ગિરીરાજસિંહ જાડેજા અને જયંતિગીરી ગોસ્વામીની બાતમી

રાજકોટ તા. ૭: શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે વધુ એક ગેરકાયદે હથીયારનો કેસ શોધી કાઢ્યો છે. રૈયા રોડના વૈશાલીનગર-૪માં રહેતો મયુર ધુળાભાઇ ધોળકીયા નામનો ભરવાડ શખ્સ ગેરકાયદે હથીયાર અને કાર્ટીસ સાથે ફરતો હોવાની અને તે રૈ્યા ગામથી આગળ ૧૫૦ રીંગ રોડ તરફ હોવાની બાતમી હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, જયંતિગીરી ગોસ્વામી અને ગિરીરાજસિંહ જાડેજાને મળતાં વોચ રાખી તેને સકંજામાં લઇ તલાશી લેવાતાં નેફામાંથી દેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ રૂ. ૧૫૦૦૦ની તથા રૂ. ૨૦૦ના બે જીવતા કાર્ટીસ મળતાં ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, બી. કે. ખાચર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, ગિરીરાજસિંહ ઝાલા, નિખીલભાઇ પિરોજીયા, અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ સહિતની ટીમે મનરૂપગીરી, જયંતિગીરી અને ગિરીરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરી હતી. આ શખ્સ અગાઉ  ૨૦૧૫માં લૂંટ અને મારામારીમાં સંડોવાયો હતો. તેને જુની અદાવત ચાલતી હોઇ જેથી અજમેર તરફથી આ હથીયાર લાવીને સાથે રાખ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. તસ્વીરમાં પી.આઇ. રાવલ, પીએસઆઇ રાણા અને ટીમ તથા પકડાયેલો શખ્સ, પિસ્તોલ-કાર્ટીસ જોઇ શકાય છે.

(2:37 pm IST)