Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

પી. વી. મોદી સ્કુલ સમર કેમ્પમાં ફુલ ધીંગા મસ્તી

રાજકોટ : તાજેતરમાં બહારગામથી પધારેલ બાળકો તેમજ શહેરના બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ માટે 'મોદી સ્કૂલ પરિવાર' તરફથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. બાળકોની પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકો વેકેશનમાં કંઇક નવું નવું શીખે એવા ઉદેશ્ય સાથે શાળામાં ૧પ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં અલગ -અલગ એકિટીવીટી કરાવવામાં આવી ૩ થી ૬ વર્ષના ગ્રુપમાં વિઝયુઅલ  આર્ટ, પરર્ફોમિંગ આર્ટમાં વાતચીતની કલા, શો એન્ડ ટેલ, ટેલિફોન ગેઇમ, ચિત્ર પરથી વાર્તા કથન, ગ્રોસ મોટર સ્કીલમાં ચહેરાના હાવભવની પ્રવૃતિ, કિડઝ ઓલિમ્પીયાડમાં ઇન્ડોર ગેઇમ, ફિલ્ડ ટ્રીપ, વોટરપુલ એકટીવીટી, પપેટ શો, મેક એન્ડ ઇટ, ફાઇન મોટર સ્કીલ - અવનવા અલંકાર બનાવવાની પ્રવૃતિ અને મુવિ શો તેમજ ૭ થી ૧૦ વર્ષના બાળકો માટે પરફોર્મિગ આર્ટ, ડાન્સ, એકટીંગ, વિઝયુઅલ આર્ટમં બોયઝ ને કેપ બનાવવાની પ્રવૃતિ, ગર્લ્સને ક્રાઉન બનાવાની પ્રવૃતિ, માસ્ટર સેફ જુનિયર, હાઉઝી, વૈદિક ગણિત અને તાર્કિક ગણિત, કિવઝ, વન મિનીટ ગેઇમ શો, હેન્ડી ક્રાફટ, ગલી ગેઇમ, ફિલ્ડ ટ્રીપ, અંતાક્ષરી, મૂવી શો તેમજ ૧૧ થી ૧૩ વર્ષના બાળકો માટે માસ્ટર સેફ, માટી કામની પ્રવૃતિ રોજીંદા જીવનમાં વિજ્ઞાન, ગ્રુપ એકટીવીટીમાં લાઇફ સ્કીલ પર આધારિત પ્રવૃતિ, બોયઝ માટે ટેટૂઝ, ગર્લ્સ માટે નેઇલ આર્ટ, કિવઝ, વન મિનીટ ગેઇમ, હેન્ડી ક્રાફટ, ગલી ગેઇમ, ફિલ્ડ ટ્રીપ, અંતાક્ષરી, મુવી શો વગેરે બાળકોઅ આ દરેક પ્રવૃતિઓ ઉત્સાહ અને ઉમંગ પૂર્વક કરી હતી તેઓને દરેક પ્રવૃતિનું મટીરીયલ શાળા તરફથી આપવામાં આવેલ. આ પ્રવૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં. તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં ગણાત્રા દર્ષ, ગાંધી દેવાંશી, ખૂંટ કહાન, વાણીયા અનન્યા, ચાવડા આલ્યા, પટેલ ક્રિશા, કંગના કૃપાલી, વાઘેલા તીર્થ, ખીમસુરીયા આર્યન, પંડયા શ્રેય, કુંડલીયા મનન, વડગામ ઇશ્વા, કુગશીયા કૃપાલી, સખીયા ભાર્ગવ, ચાવડા અલય હતાં. સમર કેમ્પમાં દરેક પ્રવૃતિ કાબેલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવી હતી.

(2:35 pm IST)