Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

રાજકોટના શિક્ષકને ફેસબુક ફ્રેન્ડ મહિલાએ સાહિત્ય આપવાના બહાને જૂનાગઢ ઘરે બોલાવી ફિટ કરી દેવાની ધમકી આપી રોકડ લૂંટી લીધા

છરી બતાવી મહિલા સહીત ત્રણ સામે રોકડા રૂપિયા લૂંટી લીધાની ફરિયાદ

રાજકોટના એક શિક્ષક સાથે ફેસબુકથી પરિચય કેળવી એક મહિલાએ જૂનાગઢ પોતાના ઘરે સાહિત્ય આપવાના બહાને બોલાવ્યો હતો. બાદમાં ગોંધી રાખીને છરી બતાવી ત્રણ શખ્સે 24 હજાર રોકડા રૂપિયા લૂંટી લીધાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

જૂનાગઢ એ ડિવિજન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટમા 150 ફૂટ રીંગ રોડ ઉપર વૃંદાવનપાર્ક - 3માં રહેતા અને ખાનગી શિક્ષક તરીકે નોકરી કરતા 34 વર્ષીય રાજેશ મનસુખ ડોબરિયા નામના શિક્ષકે શબ્બુ અજીત ઉર્ફે મંત્રી અને એક અજાણ્યા શખ્સ સાે ફરિયાદ નોંધાવી છે. ફેસબુકમાં શબ્બુ નામની મહિાલએ પોતાના એન્જલ પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાંથી રાજેશભાઇ સાથે પોતે પણ શિક્ષક હોવાની વાત કરી પરિચય કેળવ્યો હતો.

બાદમાં તેણી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપે છે. તેવી વાત કરી શિક્ષણનું સાહિત્ય મંગાવી રાજેશભાઇને પોતાના ઘરે બોલાવ્યા હતા. જેથી રવિવારે રાજેશભાઇ રાજકોટથી સાહિત્ય લઇને જૂનાગઢમાં દોલતપરા રામદેવપરા વિસ્તારમાં તેણીના ઘરે ગયા હતા. ત્યાં તેને આરોપીઓએ ગોંધી રાખી છરી બતાવીને માર માર્યો હતો.

બાદમાં ખોટી રીતે ફીટ કરી દેવાની ધમકી આપી 24,000 રોકડા લૂંટી લીધા હતા. બાદમાં મૂક્ત કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરે જઇ તપાસ કરતા ઘરે તાળું મારી આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે વધુ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

(1:54 pm IST)