Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ :મોડે સુધી ધમધમશે

સવારથી ગ્રાહકોની શુકનવંતી ખરીદીસ સાથે બજારમાં ધમધમાટ :ગોલ્ડ ડીલર એસો,દ્વારા આભૂષણોની મજુરીમાં 10 ગ્રામે 1250 અને ડાયમંડ જવેલરીની મજુરીમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ :અવનવા આભૂષણોનો સર્જાયો ઝળહળાટ

રાજકોટ તા;7 અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટ શરુ થયો છે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ સાથે ખરીદીનો માહોલ જામ્યો હતો જોકે સાંજથી ગ્રાહકી વધવાની આશા સાથે આજના શુકનવંતા અવસરે ઝવેરીબજાર મોડે સુધી ધમધમશે

     પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે સોનાના દાગીનાની ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતર જાહેર કરાયુ છે જેને પ્રતિસાદ મળી રહયાનું વેપારીઓ જણાવે છે વેપારીઓના માનવા મુજબ અક્ષય તૃતીયાના દિવસે વણ જોઈતું મુહુર્ત હોય ખરીદીનું વિશેષ મહત્વ છે
       ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી  પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે

     અક્ષય તૃતીયાના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ  સોનાના અને ડાયમંડના આભૂષણોની ઘડામણમાં વિશેષ વળતરની ઓફર મૂકી જેમાં એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના 10 ગ્રામ ઘરેણાની ખરીદી પર રૂપિયા 1250નું મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે

   રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે અક્ષય તૃતીયાન અવસરે શુકનવંતી ખરીદીનો ધમધમાટ છે સામાન્ય દિવસો કરતા આજે ખરીદીમાં વધારો થયો છે સવારથી ધીમીગતિએ શરુ થયેલ ગ્રાહકીમાં સાંજે વધારો થવાની ધારણાની આશા છે     
   ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલવાળા પ્રભુદાસભાઈ પારેખ જણાવે છે કે અક્ષય તૃતીયાનો અવસર સોનાના દાગીનાની ખરીદી માટે ઉતમ ગણાય છે આ અવસરે  કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી રહ્યા છે તેમ જણાવી યુવાવર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું
   શિલ્પા લાઈફ સ્ટાઈલનાયુવા સંચાલક  ભાસ્કરભાઈ પારેખે જણાવ્યું હતું કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ડાયમંડ જવેલરીમાં લાઈટ વેઇટ જવેલરીમાં અદભુત વેરાઈટી ઉપલબ્ધ છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હોવાનું ઉમેર્યું હતું

  સૌરાષ્ટ્રમાં આગવી નામના ધરાવતા રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીન્ઝુવાડીયા જણાવે છે અક્ષય તૃતીયાના શુબ અવસરે શુકનવંતી ખરીદી શરુ થઇ છે પરતું લગ્નસરાની સીઝનનો અભાવ અને સોનાના ઊંચા ભાવને કારણે ગ્રાહકી ધારણા કરતા ઓછી છે જોકે આકરા તાપને કારણે બપોર [પછી સાંજથી ખરીદીમાં વધારો થશે અને ગ્રાહકો ઉમટી પડશે તેવી આશા છે   સોનાના દાગીના ઉપરાંત  ડાયમંડ જવેલરીની પણ જબરી માંગ રહેવાની ધારણા છે           અશોકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવા વર્ગમાં હળવા વજનની જ્વેલરીની જવેલરીની વધુ માંગ રહે છે આ ઉપરાંત લગ્નસરાની સીઝન માટે બ્રાઈડલ જવેલરીની પણ માંગ રહેવાની ધારણા છે

(1:05 pm IST)