Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જિલ્લા પંચાયતમાં અભિયાન અંગે માર્ગદર્શક વર્કશોપ

બાળમરણ અટકાવવા મીઝલ્સ અને રૂબેલાની રસી અપાશે

રાજકોટ તા. ૭ : દેશમાંથી મીઝલ્સથી થતા બાળ મરણ અટકાવવા માટે ભારત સરકાર દ્વારા નવું અભિયાન જુલાઇ-ર૦૧૮ થી દેશભરમાં અને શરૂ કરવામાં આવશે. આ દરમ્યાન રાજકોટ જિલ્લામાં ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ અને રૂબેલાની રસી આપવામાં આવશે. આ અંગેના માર્ગદર્શન માટે જિલ્લા પંચાયત, રાજકોટ ખાતે મીઝલ્સ અને રૂબેલા વેકશીન કેમ્પેન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એન.ભંડેરી પ્રોગ્રામ ઓફીસર વિભાગ એન્ડ સીડીપીઓ, જિલ્લા પ્રાયમરી એજયુકેશન ઓફીસર જિલ્લા એજયુકેશન ઓફીસર મેડીકલ કોલેજ રાજકોટના પીડીયાટ્રીકશન વિભાગના હેડ ડો. પરીખ, સેક્રેટરી લાઇન્સ કલબ, સેક્રેટરી રોટરી કલબના અધિકારીઓ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી મેડીકલ ઓફીસરઓ હાજર રહ્યા હતા. યુનિસેફના અધિકારી ડો.અમોલ ભોસલે દ્વારા આ વેકશીનેશન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામ)ં આવેલ. (૬.૫)

(11:52 am IST)