Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

હમ નહિ સુધરેગે...: રાજકોટ જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ૬ર પકડાયાઃ ૧૦૭ વાહનો ડિટેઇન

રાજકોટ તા.૧ર : કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન અમલમાં હોવા છતાં હમ નહિ સુધરેગેની ઉકિત મુજબ જીલ્લામાં અલગ અલગ સ્થળે બહાર લટાર મારવા નીકળેલા ૬ર શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જયારે ૧૦૭ વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતાં.

જીલ્લા વિસતારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીજવસ્તુ સિવાયની દુકાનો, રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી  કરાઇ છે.

રૂરલ એસ.પી.બલરામ મીણાએ જણાવ્યું કે ગઇકાલે જીલ્લામાં અલગ અલગ સ્થળે લોકડાઉનનાા જાહેરનામાનો ભંગ કરનાર કુલ ૬ર વ્યકિતઓ સામે ગુન્હાઓ દાખલ કરી કાર્યવાહી કરાઇ છે. તેમજ એમવી એકટ ર૦૭ હેઠળ ૧૦૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉનનું જાહેરનામું અમલમાં હોય લોકોને અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા અંતમાં એસ.પી.બલરામ મીણાએ અપીલ કરી છે.

(4:27 pm IST)