Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ખોડીયારનગરમાં શેરીમાં છકડો રીક્ષા હટાવવા પ્રશ્ને દિલીપસિંહ ઝાલા પર તલવારથી હુમલો

પાડોશી વલુ બોળીયા તેનો પુત્ર લાલજી બોળીયા સામે ગુનો

રાજકોટ તા. ૭ : માલવીયાનગર પાસે ખોડીયારનગરમાં શેરીમાં આડી રાખેલી છકડો રીક્ષા હટાવવાનું કહી પ્રૌઢ પર પાડોશી પિતા - પુત્રએ તલવારથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોડીયારનગર શેરી નં. ૧૦/૩માં રહેતા દીલીપસિંહ કાથુભા ઝાલા (ઉ.વ.૫૪) એ પોતાની છકડો રીક્ષા શેરીમાં આડી રાખેલ હોઇ, જેથી ઘર નજીક રહેતા વલુ બોળીયા અને તેના પુત્ર લાલજી બોળીયાએ છકડો હટાવી લેવાનું કહેતા દિલીપસિંહએ છકડો ન હટાવતા બંનેએ ઝઘડો કરી ઉશ્કેરાઇને લાકડી તથા તલવારથી હુમલો કરી દિલીપસિંહને હાથે તથા કપાળના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને શખ્સો ભાગી ગયા હતા. બાદ દિલીપસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગે માલવીયાનગર પોલીસે દિલીપસિંહ ઝાલાની ફરિયાદ પરથી વલુ બોળીયા અને લાલજી બોળીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. ડી.જે.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)