Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

૮ માર્ચ :આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

મહિલાઓએ પોતાના કલ્યાણ માટે જીવનમાં સંતુલન લાવવુ જરૂરી છેઃ ડો.મનિષા સિંઘ પટેલ

જનની (માતા) અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતા છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે જે જનનીને આ સંસ્કૃત શ્લોકમાં સ્વર્ગથી પણ ચઢીયાતી માનવામાં આવી છે, તેની પાસે આજથી ૧૧૦ વર્ષ પહેલા સમાજમાં કોઇપણ મૌલીક અધિકાર ન હતા. એમને ન તો વોટ કરવાનો અધિકાર હતો ના તો પુરૂષ સમાન વેતન રળવાની. પરંતુ જયારે ૧૯૦૮માં અમેરીકાના ન્યુર્યોકમાં લગભગ ૧૫૦૦૦ મહિલાઓએ સમાન અધિકારો માટે અવાજ ઉઠાવ્યો, તેને કારણે ૨૮ ફેબ્રુઆરી, ૧૯૦૯માં થોડાક મૌલિક અધિકાર પ્રાપ્ત થયા પરંતુ કોઇએ સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે આ ચળવળ એક દિવસ એક ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરશે. પ્રથમ વિશ્વયુધ્ધ દરમ્યાન રૂસમાં મહિલાઓએ રસ્તા પર ઉતરીને મોટા પાયે હડતાળ કરી જેને લીધે રૂસ દેશના રાજા ગાદી ત્યાગી અને મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો. ત્યારબાદ દર વર્ષે ૮ માર્ચનો દિવસ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

વોકહાર્ટ હોસ્પિટલના ગાયનેક લેપ્રોસ્કોપીક સર્જન ડો.મનિષા સિંઘ પટેલે જણાવેલ હતુ કે આ વર્ષની થીમ (ઉદેશ) 'સંતુલન, સારા માટે' છે. મહિલાઓએ પોતાના કલ્યાણ માટે જીવનમાં સંતુલન લાવવુ જરૂરી છે, જે શારિરીક, માનસીક, સામાજિક, આધ્યાત્મીક, કાર્યક્ષેત્ર, મનોબળ અને આસપાસના વાતાવરણમાં સંતુલન લાવવુ જરૂરી છે, જે શારિરીક, માનસીક, સામાજિક, આધ્યાત્મીક, કાર્યક્ષેત્ર, મનોબળ અને આસપાસના વાતાવરણમાં સંતુલન જાળવવાથી શકય બને છે. જીવનમાં જો સૌથી વધુ મહત્વપૂર્ણ કોઇ ચીજ છે તો તે છે  પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ, કેમ કે જો કુટુંબની મહિલા સ્વસ્થ અને સુખી હશે તો જ પરિવારનું કલ્યાણ શકય બને છે. મહિલાઓએ પોતાની શકિતઓ જાણવી, પોતાની ઇચ્છાઓને ઓળખવી, પોતાના મનોબળ ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ રાખવો જોઇએ. એવી કહેવત છે કે આપણે કોઇના ઉપર આધાર રાખવાને બદલે પોતે જ પોતાની આત્માનું સુશોભન કરવુ જોઇએ.

ડો.મનિષા સિંઘ પટેલે વિશેષમાં જણાવેલ હતુ કે મહિલાઓ પોતાના ગૃહસ્થી અને વ્યવસાયમાં એટલા ઓતપ્રોત થઇ જાય છે કે પોતાની સાર સંભાળ રાખવાનું સૌથી છેલ્લે વિચારે છે. દરેક મહિલાએ એ સમજવુ જોઇએ કે ઉંમર પ્રમાણે અલગ-અલગ તકલીફ અને રોગ થઇ શકે છે. જેનો સમયસર ઇલાજ કે તપાસ કરાવવાથી આ તકલીફોથી દુર રહી શકાય છે. દરેક સ્ત્રીએ સંતુલીત પૌષ્ટીક ભોજન કરવુ, નિયમીત વ્યાયામ કરવો, વર્ષમાં ઓછામાં ઓછી એક વાર ડોકટર પાસે ચેકઅપ કરાવવુ, સ્તનની સ્વ-તપાસ, ગર્ભાશયના મુખનું પેપ-સ્મીઅર કરાવવુ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબીટીસ વિગેરે પ્રત્યે જાગરૂકતા દાખવવી જોઇએ. ડોકટરને પૂછયા વિના પણ કોઇ પ્રકારની દવાનું સેવન ન કરવુ જોઇએ. જેનાથી પોતાના અને આવનારા બાળકના સ્વાસ્થ્યનો પૂરેપૂરો ખ્યાલ રાખી શકાય. સાવચેતી એ સારવાર કરતા વધારે મહત્વનો ભાગ છે. જેના માટે શિક્ષણ અને જાગૃતિ જરૂરી છે.

ડો.મનિષા સિંઘ પટેલ

એમ.બી.બી.એસ.,

એમ.એસ.ઓબ્સ્ટેટ્રીકસ એન્ડ ગાયનેકોલોજી

એફ.એમએએસ, ડી.એમએએસ

ગાયનેક લેપ્રોસ્કોપીક સર્જન

વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ

(4:16 pm IST)