Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

શ્રમયોગી કલ્યાણ બોર્ડના એ તઘલખી નિર્ણયને તાકિદે રદ્દ કરોઃ મહિલા શ્રમિકોને સુવિધા અપાતી નથીઃ બિલ્ડરો સામે પગલા ભરો

તાલીમનું સ્ટાઇપેન્ડ પણ ચુકવ્યું નથીઃ સહાય યોજના અંગે નિર્દેશ આપોઃ કલેકટરને વિસ્તૃત આવેદન

અખીલ ગુજરાત બાંધકામ શ્રમયોગી સંગઠને કલેકટર કચેરીએ દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્યું ત્યારની તસ્વીર.

રાજકોટ તા.૭: અખીલ ગુજરાત બાંધકામ શ્રમયોગી સંગઠને કલેકટરને આવેદન પાઠવી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના તઘલખી નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી કલેકટરને રજુઆતો કરી હતી.

રજુઆતમાં જણાવેલ કે હાલમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પરિપત્ર મુજબ લાભાર્થીઓને નોંધણીનાં એક વર્ષ બાદ જ સહાય યોજનાનો લાભ મળશે તેમ જણાવેલ છે આ તઘલખી પરિપત્ર દ્વારા લાખો શ્રમયોગીઓનાં લાભ ઝુંટવી લેવાય છેતો આ પરિપત્ર કયા નિયમ કે ઠરાવ મુજબ કરવામાં આવેલ છે તેની સ્પષ્ટતા કરવા તથા તાત્કાલિક અસર થી આ પરિપત્ર રદ કરવા તાકીદ કરવામાં આવે.

વર્ષ ૨૦૧૮-૧૯માં એટલે કે એપ્રિલ-૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલી સહાય યોજનાઓ અમલમાં છે અને હાલમાં કેેટલી સહાય યોજનાઓ બંધ કરવામાં આવી? તેની પાત્રતા દસ્તાવેજી પુરાવા અને સહાય આપવા માટેનો સમયગાળોબોર્ડની દરેકે દરેક કચેરીમાં પ્રદર્શિત કરવા તાકીદ કરવામાં આવે.

પાંચ દિવસીય સલામતી તાલીમ કાર્યક્રમો હેઠળ ઘણા કાર્યક્રમો રાજ્યમાં યોજાયેલા છે તે પૈકી તે યોજના હેઠળ તાલીમ વર્ગોનાં તાલીમાર્થીઓને આજદિન સુધી સહાય ચુકવવામાં આવેલ નથી આ શ્રમયોગીઓને બે વર્ષ તાલીમ લીધા છતાં હજુ સુધી તાલીમ અંગેનું સ્ટાઇપેન્ડ ચુકવાયેલ નથી તો આ અંગે તાત્કાલિક પગલાં લઇ યોગ્ય કાર્યવાહી કરવી,

મહિલા બાંધકામ શ્રમયોગીઓ ખુબ જ ખરાબ હાલતમાં બાંધકામ સાઇટ પર હોય છે એક બાજુ પ્રધાનમંત્રી સૌચાલય અંગેની વાતો કરી રહ્યા હોય છે ત્યારે આ લાખો સ્ત્રી બાંધકામ શ્રમયોગીઓ ખુલ્લામાં શૌચ કરવા મજબુર બની જાય છે જાણે આ લોકો કોઇ ભારતનો નાગરિક જ નાં હોય તેવું વર્તન તેમની સાથે થઇ રહ્યું છે. કાયદામાં સ્પષ્ટ જોગવાઇ હોવાં છતાં બિલ્ડરો દ્વારા રહેઠાણ, પીવાનાપાણી શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપતા નથી, અને કાયદામાં જોગવાઇ હોવાં છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી આ એક ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી છે તો આ સામે યોગ્ય પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.

(3:58 pm IST)