Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

સમુદ્રમંથનઃ એપ્રિલમાં અદ્ભુત નાટક

ગુજરાતી રંગભૂમિ ઇતિહાસમાં સમુદ્ર સફરની કથા

૨ાજકોટઃ એક ખુબસુરત, યુવાન ખારવણ સ્ત્રી - સમુદ્ર અને તેની આખી જ્ઞાતિ સામે ખેપે ચઢેલી   વાત છે ૧૯૪૦ ના દાયકાની. એ જમાનામાં જયારે આખી દુનિયા ના ખારવાઓ એવું માનતા કે સ્ત્રી સમુદ્ર માં નાવ પર હાજર હોય તો દરિયામાં  અચૂક તોફાન આવે અથવા  કૈક તો અશુભ થાય જ ને ત્યારે ખારવાઓ એટલા ઝનુની બની જતા કે સ્ત્રી ને દરિયામાં પધરાવી દેતા એ જમાનામાં આપણાં કચ્છ - માંડવીની એક ખારવણ , ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી માત્ર ભારતમાં નહિ બલ્કે અનેક દેશોમાં વ્યાપાર કરવા નાવ દ્વારા જાયને સફળ કેપ્ટન બને એવી સત્ય હકીકત પર આધારિત કાલ્પનિક પ્રણય કથાના રોમાન્ય વાળી વાર્તા એટલે - દેવલ વોરા ફ્રોમ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ પ્રસ્તુત ''સમુદ્ર મંથન '' નાટક શું નવું ? અદિતિ દેસાઈ દિગ્દર્શિત, મુખ્ય કલાકારો - આરજે દેવકી (રેડએફએમ, અમદાવાદ), અભિનય બેંકર (૧૮ જેટલી ગુજરાતી ફિલ્મો અને સ્ટેજ ના સફળ કલાકાર),  ૨૫ જેટલા કલાકારો, ડાન્સરો, 'કલરીપયટ્ટ' જેવો અઘરો ભાતીગળ ડાન્સ પ્રકાર વણી લેતું મ્યુઝિકલ નાટક અદભુત સેટ - સ્ટેજ પર ઉભી કરાતી વિશાળ વહાણની રચના મધુર પ્રણય ગીતો, લાઇટ, સાઉન્ડ, સેટ, ડાન્સ થકી સ્ટેજ પર જાણે સમુદ્ર લહેરાશે!

ગુજરાતી રંગભુમિ ઇતિહાસમાં સમુદ્ર - સફરની કથા પર આધારીત અત્યંત જુજ નાટકો માનુ એક નાટક સ્ક્રિપ્ટ આરજે દેવકીની છે.

 આ નાટક ૬ એપ્રિલ, રાત્રે ૯:૩૦ વાગ્યે, હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. અવધિ ૨ કલાક, ૧૦ મિનિટ.  ટિકીટ બુકીંગ માટે  મો.૬૩૫૪૯ ૯૫૦૦૧

(4:10 pm IST)