Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

દારૂના ગુનામાં એક માસથી ફરાર અંકિતને યુનિવર્સિટી પોલીસે પકડ્યો

ધરમનગરનો આ શખ્સ અગાઉ પણ દારૂ અને ડબલ મર્ડરના ગુનામાં સંડોવાઇ ચુકયો છે

રાજકોટઃ ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર નં. ૧૪ રૂમ નં. ૪૧૧માં રહેતો અંકિત જેન્તીભાઇ પરમાર (ઉ.૨૩) નામનો શખ્સ કે જે અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ડબલ મર્ડર તથા વિદેશી દારૂના ગુનામાં બે વખત પકડાઇ ચુકયો હોઇ તે હાલમાં યુનિવર્સિટી પોલીસ મથકના દારૂના ગુનામાં પકડવાનો બાકી હોઇ તેને કોન્સ. રવિરાજસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગરની બાતમી પરથી રૈયા રોડ શ્યામલ વર્ટિકલ પાસેથી પકડી લેવાયો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એ.આર. ટંડેલની સુચના મુજબ પી.આઇ. બી.બી. ગોયલ અને ટીમના પીએઅસાઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી કરવામં આવી હતી. અંકિત છેલ્લા એક મહિનાથી દારૂના ગુનામાં ફરાર હતો. અગાઉ પોલીસે કિશનસિંહ ઉર્ફ કાનો તથા અજય વચ્છરાજાનીને પકડ્યા હતાં.

(3:50 pm IST)