Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રાજકોટના યુવા મહિલા એડવોકેટ શીતલ રાઠોડની નોટરી તરીકે નિમણુંક

રાજકોટ તા.૭: કેન્દ્ર સરકાર દ્વારા નોટરી મેજીસ્ટ્રેટ તરીકે રાજકોટના મહિલા એડવોકેટ શીતલ જી. રાઠોડની નિમણુંક કરવામાં આવેલ છે.

એડવોકેટ શીતલ જી. રાઠોડ છેલ્લા ૧૧ વર્ષથી વકીલાત ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટરી મેજીસ્ટ્રેટ તરીકે નિમણુંક થતા બાર એસોસીએશન રાજકોટ તેમજ સગા સંબંધીઓ, મિત્રો તરફથી મો. ૯૯૭૮૭૯૧૦૩૬ ઉપર અભિનંદનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:53 am IST)