Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજકોટના અખબાર દ્વારા ‘પેપર ફોડવા'ના સ્‍ટીંગ ઓપરેશનનો પડઘો દિલ્‍હીમાં

B.C.I. ચેરમેન પેપર કૌભાંડ પ્રકરણમાં લાલઘુમઃ નિવૃત્ત જજની અધ્‍યક્ષતામાં તપાસના આદેશ

રાજકોટ : બાર કાઉન્‍સીલ ઇન્‍ડીયા દ્વારા તાજેતરમાં રવિવારે યોજાયેલ એ. આઇ. બી. ઇ. ની વકીલોની પરીક્ષામાં પોણા બે લાખ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતાં. આ સમયે રાજકોટ શહેરના કેન્‍દ્રો પર રાજકોટના વકીલો દ્વારા પેપર સોલ કરી વિદ્યાર્થીને આન્‍સર કી મોકલી આપવાની ગુન્‍હાહીત પ્રવૃતિનો પદાર્ફાસ એક અખબાર દ્વારા કરતા એડવોકેટ જીજ્ઞેશ જોષીની ગુન્‍હાહીત પેપર ફોડવાની કાર્યવાહી બહાર આવેલ હતી.

આ સ્‍ટીંગ ઓપરેશનનાં પડઘો છેક દિલ્‍હી સુધી પડતા બાર કાઉન્‍સીલ ઇન્‍ડીયામાં ગુન્‍હાહીત કાર્ય અંગેનો રીપોર્ટ પહોંચતા ચેરમેન દ્વારા અરજન્‍ટ કાર્યવાહી એડવોકેટ જીજ્ઞેશ જોષી સામે કરવાનું નકકી કરવાનો ઠરાવ કરવામાં આવેલ અને ત્રણ સભ્‍યોની સમિતિનું નેતૃત્‍વ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્‍ટીસ શ્રી ઉપાધ્‍યાય, શ્રી જયંત જયભાવે દતાત્રય, ડો. શાન્‍તાકુમાર વાઇસ ચાન્‍સલેર, જી. એન. એલ. યુ.ના સભ્‍યોની કમીટી તપાસ માટે ગઠન કરેલ હતી.

પરીક્ષામાં કેટલાક વકીલો દ્વારા મોબાઇલનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો તે ગંભીર બાબત છે. સીસીટીવીની તપાસ કરવા માટે ફેકટ ફાઇન્‍ડીંગ કમીટીની રચના કરવામાં આવી છે.

અને આ ખરાબ પ્રથામાં સામેલ વ્‍યકિતઓની સંડોવણી માટે ફુટેજનાં સહારો લેવાશે અને અયોગ્‍ય માધ્‍યમોનો ઉપયોગની હકિકત બહાર આવશે તો તમામ દોષીત વ્‍યકતી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનારનો નિર્દેષ ચેરમેન મનનકુમાર મીશ્રાએ આપેલ હતો.

વધુમાં એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પેપરના સોલ કરેલ ર૮ જવાબોમાંથી ર૧ જવાબ ખોટા માલુમ પડેલ છે. બી. સી. આઇ. દ્વારા શોધવામાં આવેલ હતું. આજે સવારે ઓન લાઇન અરજન્‍ટ રીતે બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના ચેરમેને આ અંગેની હકિકત બાર કાઉન્‍સીલ ઇન્‍ડીયા ગ્રુપમાં મુકતા તમામ મેમ્‍બરોએ કાર્યવાહી કરવા મનનકુમાર મીશ્રા ચેરમેનને સમર્થન જાહેર કરેલ હતું.

આ પેપર ફોડવાના કૌભાંડથી સમગ્ર ગુજરાતની આબરૂ ઉપર લાંછન લાગેલ છે. અને ગુજરાતના વકીલોએ આવા કાયદાના જાણકાર દ્વારા કરવામાં આવેલ કૃત્‍યને વખોડી કાઢી ભવિષ્‍ય ના વકીલો બનનારા વકીલો ના ભાવી સાથે છેડછાડ થતો હોવાનું અહેસાસ દર્શાવેલ.

(4:11 pm IST)