Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જીવરાજાની પાર્કમાં મકાન પાસે પાર્ક કરેલી પ્રણવભાઇની ઇનોવા કારના ટાયરની ચોરી

રાજકોટ, તા. ૭ કાલાવડ રોડ પર આવેલા જીવરાજાની પાર્કમાં રહેતા લોહાણા વેપારીની ઘર નજીક પાર્ક કરેલી ઇનોવા કારના પ૦ હજારના ટાયર તસ્કરો ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જીવરાજાની પાર્કમાં ઇશા બંગલો-પ માં રહેતા અને બીગબજારની બાજુમાં કુબેર નામની મોબાઇલની દુકાન ધરાવતા પ્રણવભાઇ અતુલભાઇ ખાલપાડા (ઉ.વ.ર૭) એ ગત તા. ર૮/૧ના રોજ પોતાની જીજે-ર-સીએ-૯૦૬૦ નંબરની ઇનોવા કાર ઘર નજીક ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી. દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો કારની પાછળના બે ટાયર ચોરી ગયા હતા. બીજા દિવસે બપોરે પ્રણવભાઇ કાર પાસે આવ્યા ત્યારે કારના પાછળના બંને ટાયર બદલાયેલા જોતા કોઇ અજાણ્યા શખ્સો ટાયર ચોરી ગયાની ખબર પડી હતી. બાદ આ અંગે પ્રણવભાઇએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ જે.એસ. હુંબલે તપાસ આદરી છે.

(4:19 pm IST)