Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રેપિડ એકશન ફોર્સ અને ગાંધીગ્રામ પોલીસે ફલેગ માર્ચ યોજી

રાજકોટ :. રેપિડએકશન ફોર્સ વસ્ત્રાલય અમદાવાદની એક પ્લાટુન સહાયક કમાન્ડર શ્રી રામાનંદ પ્રસાદની આગેવાનીમાં રાજકોટમાં આવી છે આર.એ.એફની આ બટાલીયન નિયમીત અભ્યાસના ભાગ રૂપે તા.૧૦ મી સુધી રાજકોટમાં રહી અલગ-અલગ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ ઇન્ચાર્જ અને તેમની ટીમ સાથે બેઠક યોજી જે તે પોલીસ મથક હેઠળના સંવેદનશીલ અતિસંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવશે ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી જયારે આજે સવારે આ ટુકડીએ ગાંધીગ્રામ પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને પીઆઇ કે.એ. વાળા, પીએસઆઇ જે.એમ. ભટ્ટ પાસેથી માહિતી મેળવી હતી અને ગાંધીગ્રામ વિસ્તારમાં ફલેગ માર્ચ યોજી હતી.

(4:19 pm IST)