Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કિશોરભાઈ કોરડીયાનું જીવદયા ફંડ માટે પાંજરાપોળ દ્વારા સન્માન

રાજકોટઃ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સાથે છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી જોડાયેલા કિશોરભાઈ કોરડીયા પોતાની અનોખા સંકલ્પબળ અને તે માટે તેમની પાણી વગરના ચૌવીહારા ઉપવાસની  આરાધના દ્વારા દર વર્ષે ૧૪ જાન્યુ. મકરસંક્રાંતિના દિવસે, ભકિતનગર સર્કલ એરીયામાં, પોતાનો ટહેલનો આંકડો આગળના દિવસે જાહેર કરીને, પાંજરાપાળ તથા ગૌશાળાના નિરાધાર પશુ માટે જીવદયાનો ફાળો એકત્ર કરવા, પોતાના સાથી મિત્રોની ટીમ સાથે પાણી વગરના ચૌવિહારા ઉપવાસના સંકલ્પ સાથે બેસી જાય છે.

આ વખતે તેમનો સંકલ્પ રૂ.૩ લાખનો હતો, બજારમાં મંદીનું વાતાવરણ હોવા છતાં, જીવદયાપ્રેમીઓએ તેમની ઝોળી નવા લાખ રૂ.જેવી રકમથી છલકાવીને, તેમના સંકલ્પ બળને પુષ્ટી આપી છે.

આજરોજ કિશોરભાઈ કોરડીયા અને તેમની ટીમ વાજતે ગાજતે, રૂબરૂ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળે પધારીને એકઠો કરેલો ફાળો અબોલ પશુઓ માટે જમા કરાવી, પુણ્યની કમાણી કરી હતી.

આ પ્રસંગે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં વડીલ ટ્રસ્ટી સુમનભાઈ કામદાર, પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, બકુલભાઈ રૂપાણી, કાર્તીકભાઈ દોશી તથા મેનેજર અરૂણભાઈ દોશી સર્વેએ કિશોરભાઈની ટીમના પ્રેરક કાર્ય, ઉમદા સંકલ્પ બળને વધાવ્યુ તેમજ પ્રસંગોપાત ઉદ્બોધન કરેલું.

(4:18 pm IST)