Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રવિવારે કારડીયા રાજપુત સમાજના સમુહલગ્ન

૬ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં દિકરીઓને ૮૦ વસ્તુઓ અપાશેે: રકતદાન કેમ્પ-આંખનો તપાસ કેમ્પઃ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન

રાજકોટઃ તા.૭, શ્રી કારડીયા રાજપૂત સમાજ રામજી મંદિર, (ર-રજપૂતપરા રાજકોટ) ના પ્રમુખશ્રી અરૂણભાઇ સોલંકી ની યાદીમાં જણાવવામાં આવે છે કે તા. ૯ ને રવિવારે બપોરે ૩ થી ૯ કલાકે   તેરમા સમૂહલગ્ન સાથે જ્ઞાતી મહાપ્રસાદનું આયોજન કરાયું છે, તેમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આંખ તપાસ કેમ્પનું પણ આયોજન  મ્યુનિસીપલ કોર્પોરેશન ટી.પી. પ્લોટ; નાના મોંવા સર્કલ, ૧૫૦ કુટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આ સમુહલગ્નમાં ૬ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે.

 આ કાર્યક્રમમાં સર્વ શ્રી વજુભાઇ વાળા  (મહામહીમ રાજયપાલ શ્રી, કર્ણાટક રાજય),  શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજય જેરામદાસબાપુ (ખોડીયાર આશ્રમ, કાગદડી), શ્રી જશાભાઇ બારડ  (પૂર્વ પ્રધાન, ગુજરાત રાજય), શ્રી લક્ષ્મણભાઇ પરમાર (પૂર્વ પ્રધાન, ગુજરાત રાજય), શ્રી રમેશભાઇ ચૌહાણ (પ્રમુખશ્રી, બેડીપરા કા.રા. સમાજ), શ્રી મહેશભાઇ રાજપૂત (પ્રમુખશ્રી, રામનાથપરા કા.રા. સમાજ), શ્રી ગોવિંદભાઇ ડોડીયા (પ્રમુખશ્રી, બાંટવા-સતાપર કા.રા. સમાજ), શ્રી મનોજસિંહ ઝાલા (આગેવાનશ્રી, ગીર-સોમનાથ), શ્રી પ્રતાપસિંહ ગોહીલ (પ્રમુખશ્રી, કર્મચારી મહામંડળ કા.રા. સમાજ), શ્રીમતી વિલાસબેન ચૌહાણ (સરપંચશ્રી વાડાસડા ગ્રામ પંચાયત), શ્રી વિજયસિંહ બારડ (સરપંચ શ્રી, તાજપર ગ્રામ પંચાયત), શ્રી પ્રવિણસિંહ ચૌહાણ (સરપંચશ્રી ગ્રામ્ પંચાયત, નાના માંડવા), શ્રી ચંદુભા પરમાર (પ્રમુખશ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજકોટ.), શ્રી એ.એન. બારડ (ડીવાયએસપી એસઆરપી રાજકોટ) શ્રી ગંભીરસિંહ પરમાર (પૂર્વ કોપોરેટર) શ્રી અજયભાઇ પરમાર (દંડક   આર.એમ.સી.) શ્રી અજીતસિંહ ડોડીયા, શ્રી મહેન્દ્રસિંહ કામલીયા   (આર.એમ.સી.), શ્રી દિગ્વીજયસિંહ તુવળ   (આર.એમ.સી..) શ્રી દિપેનભાઇ ડોડીયા  (આર.એમ.સી.) ઉપસ્થિત રહેશેે. કરીયાવરમાં દિકરીઓને ૮૦ જેટલી વસ્તુઓ આપવામાં આવશે.

આ  કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કારડીયા રાજપૂત સમાજના હોદેદારો પ્રમુખશ્રી અરૂણભાઇ સોલંકી, ઉપપ્રમુખશ્રી નવલસિંહ ચુડાસમા, મંત્રીશ્રી ગુલાબસિંહ સોલંકી, ખજાનચી શ્રી હરીસિંહ પરમાર, સંગઠન મંત્રી શ્રી, રમેશભાઇ મકવાણા તથા શ્રી રણજીતસિંહ ચૌહાણ, તેમજ કારોબારી સભ્યો શ્રી સુરેશભાઇ પરમાર, શ્રી ભુપતસિંહ ઝાલા, શ્રી ભયલુભાઇ ચૌહાણ, શ્રી વજેસિંહ સોલંકી, શ્રી દિલીપસિંહ રાઠોડ, શ્રી સુનીલભાઈ નકુમ, શ્રી રાકેશભાઇ દેવડા, શ્રી સુરેશભાઇ ભટ્ટી, શ્રી જીતુભાઇ સેલારા, શ્રી ભુપતસિંહ ચૌહાણ, શ્રી વિમલભાઇ પરમાર, શ્રી દિલીપસિંહ ગોહેલ, શ્રી જયદિપસિંહ વાધેલા, શ્રી ચિરાગભાઇ ભટ્ટી, શ્રી વજુભાઇ પરમાર, શ્રી દેવીસિંહ ભટ્ટી, શ્રી વિક્રમસિંહ ચૌહાણ, શ્રી સહદેવસિંહ ભટ્ટી, શ્રી પ્રદયુમનસિંહ ભટ્ટી, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અશોકભાઇ ચૌહાણ, શ્રી નવલસિંહ મકવાણા, શ્રી જયરાજસિંહ ચૌહાણ, શ્રી પ્રકાશસિંહ ગોહીલ તેમજ શ્રી જયપાલભાઇ ભટ્ટી, શ્રી બહાદુરસિંહ ગોહીલ, શ્રી ગજેન્દ્રસિંહ સેલારા, શ્રી ચિરાગભાઇ ડોડીયા, શ્રી શૈલેષભાઇ ડોડીયા, શ્રી રણજીતસિંહ ડાભી, શ્રી કુલદિપસિંહ ભટ્ટી, શ્રી નટવરસિંહ પરમાર, શ્રી કલ્પેશભાઇ પરમાર, શ્રી મિતેશભાઇ નકુમ, શ્રી વિજયભાઇ પરમાર જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:18 pm IST)