Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

UPSC, GPSC પરીક્ષાના તાલીમ કેન્દ્રનો જયેશ રાદડીયાના હસ્તે પ્રારંભ : પાટીદાર છાત્રોને ટોકનદરે લાભ મળશે

રાજકોટ, તા. ૭ : સરદારધામ દ્વારા રાજકોટના આંગણે યુપી.એસ.સી. - જી.પી.એસ.સી. પરીક્ષાની તાલીમ કેન્દ્રનો આજરોજ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે શુભારંભ કરવામાં આવેલ. જેમાં પાટીદાર સમાજના યુવક - યુવતીઓને ૧ રૂપિયાના ટોકનદરે તાલીમ આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર માર્ગદર્શન સેમીનારમાં સરદારધામ ટીમ એવમ સમગ્ર ટ્રસ્ટીગણ વતી ગગજી સુતરીયા (પ્રમુખ સેવક, સરદારધામ), પરેશભાઈ એમ. ગજેરા (ઉપપ્રમુખ - સરદારધામ), નાથાભાઈ એમ. કાલરીયા (માર્ગદર્શક), મહેન્દ્રભાઈ વી. ફળદુ (માર્ગદર્શક), એચ.એસ. પટેલ આઈએએસ સી.ઈ.ઓ. સેવા આપશે.

સ્થળ : પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાના મવા સર્કલ પાસે, નાના મવા મેઈન રોડ રાજકોટ આજે સાંજે ૫ કલાકે.

તસ્વીરમાં રીગલભાઈ કથીરીયા મો.૭૫૭૫૦ ૦૯૭૯૬ - સરદારધામ, ભાર્ગવભાઇ ઘેલાણી, રવિભાઈ દંતાલીયા, રવિનભાઈ રામોલીયા, દિપભાઈ ડોબરીયા, જયભાઇ દેસાઈ અને હરેશભાઈ સાવલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:00 pm IST)