Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જીલ એજયુકેશન ઇન્સ્ટીટયુટ દ્વારા સંચલિત સ્માર્ટ જુનિયર પ્રી સ્કુલ રાજકોટ દ્વારા ધીંગામસ્તી ફેસ્ટીવલ ર૦ર૦ યોજાયો

જીલ એજયુકેશન ઇન્સ્ટિટયુટ દ્વારા સંચાલિત સ્માર્ટ જુનીયર પ્રી-સ્કુલ રાજકોટ આયોજિત એન્યુઅલ ફંકશન ધીંગામસ્તી Fest-2020 માં આ વિસ્મણીય કાર્યક્રમ ખુબ જ પ્રેરણાદાયી હતો.  તેમાં નાના ભુલકાઓને અલગ-અલગ એવોર્ડથી બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિઓ ના હસ્તે સ્ટુડન્ટ ઓફ  યર એવોર્ડ અપાયા હતા તે ઉપરાંત સર્ટિફીકેટ દ્વારા પ્રી-સ્કુલના તમામ બાળકોની ખુબીઓ વિશે જાણીને તેમને બિરદાવવામાં આવ્યા હતા. ત્રણ વર્ષથી છ વર્ષ સુધીના બાળકો દ્વારા અલગ-અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી . તે બદલ સ્કુલના સ્ટાફ અને ખુબ અભિનંદન જેને અશકયને પણ શકય બનાવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો. વિજયભાઇ દેસાણી (વાઇસ ચાન્સેલર - સૌ.યુનિ.), ડી.કે. મહેતા (નિવૃત્ત આચાર્ય), ગૌતમભાઇ દવે (એડવોકેટ- નોટરી), કપિલભાઇ પંડયા (શેરવિથસ્માઇલ એન.જી.ઓના પ્રમુખ) જયવિકભાઇ પાઠક (મેનેજિંગ ડિરેકટર, વેબસ્ટાર ઇનફ્રાકોન) રહ્યો હતો.

(3:59 pm IST)