Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સૌરાષ્ટ્ર કચ્છ હેન્ડીક્રાફટ એકઝીબીશનમાં ૯ સખી મંડળો દ્વારા ૪ લાખના આર્ટિકલોનું વેંચાણ

રાજકોટઃ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર ખાતે તા.૨૫ થી તા.૩૧જાન્યુઆરીસુધી શહેરના શાસ્ત્રી મેદાન ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર હસ્તકનાં હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા DAY-NULM (પંડિત દિનદયાલ અંત્યોદય યોજના) અંતર્ગત ગુણવત્ત્।ાયુકત ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા ૯ સખી મંડળોએ આ એકઝીબીશનમાં ભાગ લીધો હતો. આ સૌરાષ્ટ્ર કચ્છનાં એકઝીબીશનમાં સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છ માંથી ૧૬૦ વૈવિધ્ય પૂર્ણ સાતત્ય સાથેના આર્ટિકલોનો સમાવેશ કરવામાં આવેલ હતો. સખી મંડળ દ્વારા રૂ.૪ લાખનુંવેંચાણ કરવામાં આવ્યું હતું.  તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સંયુકત યાદીમાં જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાનાં સખી મંડળોને રોજગારી મળી રહે એ હેતુસર જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવા શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ તથા ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી, સહાયક કમિશનર એચ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ મેનેજર (પ્રોજેકટ) ભૂમિબેન એચ. પરમારતથા પ્રોજેકટ શાખાના સમાજ સંગઠકો તથા NULM મેનેજરે જહેમત ઉઠાવી હતી.

(3:58 pm IST)