Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉપર હારજીતનો જુગાર રમતા પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૭ :. જુગાર-સટ્ટાના ગુન્હામાં આરોપીને નિર્દોષ છોડવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે, આ કામના આરોપીઓ પોતાના કબ્જા, ભોગવટાના મકાનમાં આઈ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સનરાઈઝ હૈદ્રાબાદ તથા મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચ ઉપર બહારના ગ્રાહકો સાથે મોબાઈલ ફોન ઉપર લાઈવ મેચમાં રન ફેર ઉપર તથા ઓવરો ઉપર સટ્ટો રમી-રમાડી પૈસાની હાર-જીતનો ગુન્હો કરેલ હોય માલવીયાનગર પો. સ્ટે.માં જુગારધારાની કલમ ૪, ૫માં નવીન જેન્તીલાલ મીરાણી તથા તેની સાથેના બે અન્ય આરોપીઓની અટકાયત કરવામાં આવેલી.

ઉપરોકત સંદર્ભેનું ચાર્જશીટ થયા બાદ સદર કેસ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા ફરીયાદી, સાહેદો તથા પંચોને તપાસી લીધા બાદ સરકારી વકીલશ્રી તથા આ કામના આરોપીના એડવોકેટશ્રીની દલીલો સાંભળી આ કેસના તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કરી તથા નામ. ગુજરાત હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈને આ કામના આરોપી વિરૂદ્ધ પુરતો પુરાવો ન જણાય આવતા આરોપીને તા. ૨૮-૧-૨૦૨૦ના રોજ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી મુકુંદસિંહ વી. સરવૈયા, શૈલેષગીરી કે. ગોસ્વામી, ગીરીશપુરી એન. ગોસ્વામી, જીનીયશકુમાર જે. સુવેરા, જયપાલસિંહ એમ. જાડેજા, રચિત એમ. અત્રી તથા જીતેન એ. ઠાકર (આસીસ્ટન્ટ) તરીકે રોકાયેલ હતા.

(3:57 pm IST)