Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આત્મન પ્રિ-સ્કૂલનો વાર્ષિકોત્સવ આત્મન આઇડિયલ

 આત્મન પ્રિ-સ્કૂલ પરિવારના નાના નાના ભૂલકાઓનું વાર્ષિકોત્સવ ''આત્મન આઇડીયલ ૨૦૨૦'' હેમુગઢવી હ ોલ ખાતે રાખવામાં આવેલ હતું. આત્મન આઇડીયલ ૨૦૨૦માં મહેમાન તરીકે નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા, નગર પ્રાથમિક સમિતિના,  ચેરમેનશ્રી નરન્દ્રસિંહ ઠાકુર, હરિવંદના કોલેજ સંચાલકશ્રી  સર્વેશ્વર ચૌહાણ, ઉપનેતાશ્રી મનસુખભાઇ કાલરીયા, નોડલ અધિકરી પિયુષભાઇ હીંડોચા, ઉદગમ સ્કૂલના સંચાલકશ્રી હર્ષદભાઇ જળુ, શકિતસિંહ પરમાર, પુરૂષાર્થ સ્કૂલના સંચાલકશ્રી રાણાભાઇ ગોજીયા, તેમજ આત્મન પ્રિ-સ્કૂલ પરિવારના પુષ્પદિપસિંહ જાડેજા, મનદિપ પટેલ, સાથે મળી દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. નાના નાના ભૂલકાઓ દ્વારા કૃતિઓ રજૂ કરેલ હતી. તેમના ભૂલકાઓ તેમજ તેના માતા પિતાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંચાલક પુષ્પદિપસિંહ જાડેજા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આત્મન પ્રિ-સ્કૂલ પરિવારના ભાવેશભાઇ, દેવાનંદ વરૂ, ઇસ્મામલભાઇ, ઋત્વિરાજસિંહ, વિમલભાઇ, શ્વેતાબેન, સોનલબેન, આશાબેન, પ્રિયાબેન, કિંજલબેન, સીમરનબેન, અંકિતાબેન, રેખાબેન, ફોરમબેન, મોનાલીબેન એ જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)