Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વ. નાનજીભાઈ ડોડિયાને શ્રધ્ધાંજલી

રાજકોટઃ જિલ્લા પંચાયતના બેડી બેઠકના કોંગ્રેસના સભ્ય અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ નાનજીભાઈ ડોડિયાનું ૬ દિવસ પહેલા અવસાન થતા આજે પંચાયતની સામાન્ય સભાના પ્રારંભે તમામ સભ્યો, અધિકારીઓ, પત્રકારો વગેરેએ તેમની સેવાને બિરદાવી બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. દર વખતે સામાન્ય સભા બાદ પ્રમુખના બંગલે યોજાતો ભોજન સમારંભ આ વખતે સ્વ.ના માનમાં મોકુફ રાખવામાં આવ્યો હતો.

(3:53 pm IST)