Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

એરપોર્ટ રોડ -વાવડી -કોઠારિયા હાઇવે સહિતના વિસ્તારમાં વેરા શાખાનો સપાટોઃ ૨૭ મિલ્કતને તાળા

સેન્ટ્રલ ઝોનમાં ૧૦ મિલ્કત સીલ, ૨૩ મિલ્કતને જપ્તીની નોટીસ તથા રૂ.૬.૦૯ લાખની આવકઃ નવા રાજકોટમાં ૯-મિલ્કતો સીલ, ૨૬ મલ્કિત જપ્તીની નોટીસ અને રૂ.૧૪ લાખની વસુલાતઃ સામાકાંઠે ૮ મિલ્કત સીલ તથા ૨૧ મિલ્કતોને જપ્તી તેમજ બાકી વેરા વસુલાત રૂ.૭,૪૬ લાખ

રાજકોટ,તા.૭: મ્યુ.કોર્પોરેશન દ્વારા રૂ. ૧ લાખથી વધુ રકમનો વેરો વસુલવા મિલ્કત સીલ, જપ્તી નોટીસ સહિતની ઝેબેશ શરૂ કરવામાં આવી છેે. જે અંતર્ગત આજે ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા એરપોર્ટ રો, વાવડી રોડ,  પોપટપરા, કોઠારિયા હાઇવે સહિતના વિસ્તારમાં બાકી મિલ્કત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરવામાં આપાતા કુલ ૨૭ મિલ્કત સીલ તથા જપ્તી નોટીસ આપી રૂ. ૨૭.૫૫ લાખની આવક થવા પામી હતી.

આ અંગે મ્યુ.કોપોરેશનમાં સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બાકી મિલ્કતો વસુલતા ઝુંબેશ હેઠળ વોર્ડ નં- ૧ શ્રી અક્ષર જ્ઞાન મંદિર પ્રાથમિક શાળા' બાકી માંગણા સામે રીકવરી ૯૦ હજાર, , 'મુકેશકુમાર આસનદાસ માણેકમોતી' બાકી માંગણા સામે રીકવરી ૬૫,૯૦૦/-. વોર્ડ નં- ૨, 'કડીવાર મલ્ટીસ્પેશીયલીટી હોસ્પિટલ ' બાકી માંગણા સામે રીકવરી ૧.૨૩લાખ ,એરપોર્ટ રોડ ૫- યુનિટને જપ્તીની નોટીસ આપેલ.  વોર્ડ નં- ૩ મોચીબજારમાં ૩-યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. ,પોપટપરા વિસ્તારમાં ૨-યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- ૪લાતીપ્લોટમાં, 'હિમતલાલ શાહ ' ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી ૧,૫૧લાખ  વોર્ડ નં- ૫ 'અમિતભાઈ જયંતીભાઈ સોજીત્રા ' બાકી માંગણા સામે રીકવરી ૨૮,૯૨૬/-. વોર્ડ નં- ૬'સ્ટાર ચેમ્બર 'માં ઓફીસ નં.ૅં- ૪૧૭, ૮૦૩, ૮૦૪, ૮૦૮,૮૦૯,૮૧૦,૮૧૧ કુલ -૭ યુનિટ ને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

 વોર્ડ નં- ૮ 'રદ્યુનાથ કોમ્પ્લેકસ ' માં ૨- યુનિટના બાકી માંગણા સામે રીકવરી ૪લાખ વોર્ડ નં- ૯'અશ્વિનભાઈ નરેશભાઈ શર્મા ' બાકી માંગણા સામે રીકવરી ૮૭,૬૭૦/-. , કીડવાઇનગર અને જલારામ સોસા. માં કુલ ૪- યુનિટને બાકી માંગણા સામે યુનિટ સીલ કરેલ છે.  ,રીકવરી રૂ.૮લાખ વોર્ડ નં- ૧૧ મવડી ચોકડી પાસે આવેલ, 'સાયકલોન સાયકલ સ્ટોર ' ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી. ,મવડી મે. રોડ પર આવેલ ૪- કોમર્શીયલ યુનિટને જપ્તીની નોટીસ આપેલ.  વોર્ડ નં- ૧૨ મવડી રોડ આવેલ, 'રાધેશ્યામ કોમપ્લેક્ષ ' માં ૨- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી ૨લાખ ,વાવડી ઇન્ડ. એરીયામાં આવેલ ૮- યુનિટને જપ્તીની નોટીસ આપેલ.  વોર્ડ નં- ૧૩ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં ૮- યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.૧.૦૮લાખ વોર્ડ નં- ૧૪લક્ષ્મીવાડી વિસ્તારમાં ૫- યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ. ૮૦ હજાર વોર્ડ નં- ૧૫'ફારૂકી મસ્જીદ સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ ' બાકી માંગણા સામે રીકવરી ૧.૨૫ લાખ, શ્રી હરી ઇન્ડ એસ્ટેટમાં આવેલ, ' યશ્વી દોમડીમા ' ૧- યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. ,રામનગર ઇન્ડ. એરીયામાં, 'પરેશ વાડોલીયા ' ના યુનિટને સીલ મારેલ., ક્રાંતિ ઇન્ડ. એરીયામાં, 'પ્રવિણભાઇ પેઢડીયા ' ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી ૧,૩૨,લાખ ,આજી વસાહતમાં ૨- યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ.

 વોર્ડ નં- ૧૭અટીકા ઇન્ડ. એરીયામાં આવેલ ૯- યુનિટને જપ્તીની નોટીસ આપેલ., નેહરુનગર ૮૦ ફૂટ રોડ ઇન્ડ. એરીયામાં આવેલ ૬- યુનિટને જપ્તીની નોટીસ આપેલ.  વોર્ડ નં- ૧૮ કોઠારીયા હાઇવે પર આવેલ, ' લીફ્ટવેલ હાઇડ્રોલીક ' ના યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. કોઠારીયા હાઇવે પર આવેલ, ' સેફ્રોન ફર્નીચર ' ના યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ., કોઠારીયા હાઇવે પર આવેલ, ' બાલવી હાઉદ ' ના યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ.,

  આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૨૭-યુનિટને સીલ મારેલ તથા કુલ ૭૦- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ રીકવરી રૂ.૨૭.૫૫ લાખ રીકવરી

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર  હરીશ કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:52 pm IST)