Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઓશો નિસર્ગ હિમાલય આશ્રમ (નિલમમાંનો આશ્રમ) ધર્મશાલાના સ્થાપક સ્વામી આનંદ તથા ગતનું લખનઉમાં નિધન

૨૫ ઓકટોબર ૧૯૪૯ના જન્મ થયેલ સાચુ નામ અશોક કુમાર હતુ, વ્યવસાયે કેમીસ્ટ હતા. ૧૯૮૪માં ઓશોના નવસન્યાસમાં લીન થયાઃ સ્વ. વિનોદ ખન્નાના સહયોગથી ધર્મશાલાના શિલા ગામમાં ઓશો નિસર્ગ હિમાલય ધ્યાન કેન્દ્રનું નિર્માણ કરેલ.

ઓશો નિસર્ગ હિમાલય ધ્યાન કેન્દ્ર ધર્મશાલાની કલ્પના હિમાલયમાં ઓશોના સ્વપ્નને સાકાર કર્યું છે.ઙ્ગ જે તેમના નિવાસ સ્થાન રૂપમાં કર્યુ છે. બોલીવુડના અભિનેતા તથા પૂર્વ સાંસદ વિનોદખન્નાના સહયોગથી ઓશો નિસર્ગ આશ્રમની સ્થાપના કરેલ.

ઓશો નિસર્ગ હિમાલય ધ્યાન કેન્દ્ર ધર્મશાલાના સંસ્થાપક સ્વામી આનંદ  તથાગતનું લાંબી બિમારી બાદ શુક્રવારે નિધન થયું છે.  સ્વામી આનંદ તથાગત છેલ્લા થોડા વર્ષોથી અસાધ્ય રોગથી પીડાતા હતા.

૨૫ ઓકટોબર ૧૯૪૯ના રોજ જન્મેલ સ્વામી આનંદ તથાગતનું અસલી નામ અશોકકુમાર હતુ. તેઓ વ્યવસાયે કેમીસ્ટ હતા જે તેઓએ ૧૯૮૪ સુધી ચાલુ રાખેલ. સ્વામી આનંદ તથાગતની પહેલી મુલાકાત ૧૯૭૦ માં ઓશો સાથે થયેલ.  ત્યારબાદ ઓશોના પુસ્તકો વાંચી તેમના ગહન પ્રેમમાં પડી ગયા. ૧૯૮૪માં તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ મોડ ત્યારે આવ્યો જયારે તેઓએ ઓશોના નવ-સન્યાસમાં લીન થયા. ઓશો વિશ્વપ્રવાસ બાદ પુના આવ્યા બાદ નવેમ્બર ૧૯૮૮માં ઓશોએ આનંદ તથાગતને ઓશો કમ્યુન ઇનચાર્જની જવાબદારી સોંપી

ઓશો નવ સન્યાસના પ્રમુખ સન્યાસીના રૂપમાં તેઓ ઓળખાવા લાગ્યા હતા. વર્ષ ૨૦૦૦માં ધર્મશાલા (હિમાચલ) આવ્યા બાદ ઓશો નિસર્ગ હિમાચલ ધ્યાન કેન્દ્ર ધર્મશાલાની કલ્પના હિમાલયમાં ઓશોના નિવાસ સ્થાનના રૂપમાં કરી સ્વામી આનંદ તથા ગઇરાત્રે તેમના નિર્માણ માટે ઘણી જ મહેનત કરેલ તેની સાથે સાથે તેઓએ ઓશો ધ્યાન પધ્ધતી તથા ચિકિત્સા પધ્ધતી વિભિન્ન તરીકેથી સમૃધ્ધ થતા ગયા જે પુનામાં ઓશો કમ્યુનમાં  તથા ધર્મશાલામાં ઓશો નિસર્ગ હિમાલય ધ્યાન કેેન્દ્રમાં ઉપલબ્ધ છે.

સ્વામી આનંદ તથાગત તથામાં યોગ નિલમે ૧૯૯૯માં પુનાનુ ઓશો કમ્યુન છોડી દીધુ હતુ. જે ઇનર સર્ર્કલ (૨૧- સદસ્યનો સમુહ)ના સભ્ય હતા. વર્ષ ૨૦૦૦સુધી  ઓશોની નીજી સચીવ રહેલમાં યોગ નિલમ તથા  સ્વામી આનંદ તથાગત દ્વારા પુનાના ઓશો આશ્રમના વિઘટન બાદ બોલીવુડ કલાકાર તથા પૂર્વ સાંસદ વિનોદ ખન્નાના વિઘટન બાદ બોલીવુડ કલાકાર તથા પૂર્વ સાંસદ વિનોદ ખન્નાના સહયોગથી ધર્મશાલાના શિલા ગામમાં ઓશો નિસર્ગ હિમાલય ધ્યાન કેન્દ્રનું નિર્માણ કરેલ.

સ્વામી સત્ય પ્રકાશ

નોંધઃ તા.૯ને રવિવારના રોજ  (પુુનમ) ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં  આવ્યું છેે. જેઓ સ્વામી આનંદ તથાગતને પુષ્પાંજલી સાથે ભાવાંજલી કિર્તન ઉત્સવ રાખવામાં આવ્યો છે.

(3:50 pm IST)