Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સબમર્શીબલ પમ્પના ઉત્પાદક દ્વારા ISI માર્કાનો દુરઉપયોગ : માનક બ્યુરોનો દરોડો

રાજકોટ તા. ૭ : આઇ.એસ.આઇ. માર્કાનો ઉપયોગ કરવા માટે લાયસન્સ લેવું જરૂરી હોય છે. ત્યારે તાજેતરમાં ભારતીય માનક બ્યુરોએ માહીતીના આધારે તપાસ હાથ ધરતા રાજકોટના કોઠારીયામાં રેવન્યુ સર્વે નં. ૨૬૪ પી ખાતે આવેલ સબમર્સીબલ પમ્પ નિર્માતા મેસર્સ સ્પિરિટ ખાતેથી લાયસન્સ ન હોવા છતા આઇએસઆઇ માર્કા લગાવેલ ૧૬ ઓપનવેલ સબમર્સીબલ પમ્પ અને મોટી માત્રામાં પેકીંગ મટીરીયલ્સ મળી આવતા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આઇએસઆઇ માર્કાનો લાયસન્સ વગર ઉપયોગ અપરાધ છે. આ અપરાધ બદલ બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ.૨ લાખ સુધીના આર્થિક દંડની જોગવાઇ છે.

લાયસન્સ વગર ભારતીય માનક બ્યુરો (આઇ.એસ.આઇ.) નો માર્કાનો ઉપયોગ ન કરવા માનક બ્યુરો દ્વારા ચેતવણી અપાઇ છે. આવી કયાંય પણ ગેરરીતી જણાય તો ભારતીય માનક બ્યુરોની કચેરી, એફ.પી. ૩૬૪/પી વોર્ડ નં. ૧૩, કાલાવડ રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવા વૈજ્ઞાનિક ઇ અને પ્રમુખ એસ. કે. સિંહ (મો.૯૭૨૭૨ ૪૫૫૦૩) ની યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)