Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

લીંબડીના ગેડીમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારથી ચેતો કાર્યક્રમ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તાલુકા પંચાયત લીંબડી, ગેડી ગ્રામ પંચાયત દાતાઓના સહયોગથી લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખીદા આર્ટસ, સી.સી. ગેડીવાળા કોમર્સ કોલેજ, સી.સી. હોમ સાયન્સ કોલેજ લીંબડીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે તાજતેરમાં અંધશ્રધ્ધા નિવારણ અર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો 'ચમત્કારોની ચેતો' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરપાલસિંહ રાણાએ કરેલ. મંચ પર સેનેટ મેમ્બર ડો. કિરપાલસિંહ પરમાર, લાલુભા રાણા, તખુભા રાણા, પૃથ્વીરાજસિંહ, વિરેન્દ્રસિંહ, વિજયસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રોગ્રામ ઓફીસર ડો. કિશોરભાઇ ભેંસાણીયાએ ગેડી ગામમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિનો ચિતાર રજુ કર્યો હતો. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર આવવા અનુરોધ કરેલ. જયોતિષ કે વાસ્તુ શાસ્ત્ર, ફેંગસુઇ, ટેરા, અંક જેવી પ્રવૃત્તિઓમાં ન પડવા સલાહ અપાઇ હતી.આ તકે એકના ડબલ, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવુ, હાથમાંથી કંકુ નિકળવું, નજરબંધી, ઉકળતા તેલમાંથી હાથ વડે પુરી તળવી જેવા પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર જ શીખવી દેવાયા હતા. જેમાં અંકલેશ ગોહિલ, વિનુભાઇ ઉપાધ્યાય, રોમિત રાજદેવ, ઉમેશ રાવે પ્રયોગોમાં ભાગ લીધો હતો. આવા કાર્યક્રમો યોજવા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:49 pm IST)