Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

શ્યામપાર્કમાં ગેરેજમાં રીપેરીંગમાં આવેલી કાર સળગી : ૧ લાખનું નુકશાન

રાજકોટ, તા.૭ : રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં આવેલ ગેરેજમાં રીપેરીંગમાં આવેલી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમા આવેલા ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી એક કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ગેરેજ માલીકે જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. કાર સળગી જતા તેમાં અંદાજે એક લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

(3:44 pm IST)