Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી દૂધના ટેન્કરમાંથી ઝડપાયેલો ૧૫.૭૩ લાખનો દારૂ મેટોડા પહોંચાડવાનો હતો

કટીંગ થાય તે પહેલા ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલુ ટેન્કર ઝડપી લીધુ : ચાલક બુધારામ બશ્નોઇની ધરપકડ

રાજકોટ : શંકર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, જયદીપસિંહ ગોહિલ, હેડ કોન્સ. અમીતભાઇ, યોગેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ, હરદેવસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા તથા સાકેતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અમીતભાઇ, યોગેન્દ્રસિંહ અને યોગીરાજસિંહને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ પર નવા દોઢસો ફુટ રીંગ રોડ કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી પસાર થતા જીજે૧૮એયુ-૯૩૬૬ નંબરનું દૂધના ટેન્કરને શંકાના આધારે રોકી તલાશી લેતા ટેન્કરના ચોરખાનામાંથી રૂ. ૧૫,૭૩,૫૦૦ની કિંમતની વિદેશી દારૂની ૫૮૩૨ બોટલ મળી આવતા પોલીસે ટેન્કર ચાલક બુધારામ વરધારામ બીશ્નોઇ (ઉ.વ.૫૨, રહે. ભાટીયા ગામ તા. રાનીવાસ, જી. જાલોર, રાજસ્થાન)ને પકડી લઇ દારૂનો જથ્થો અને ટેન્કર મળી રૂ. ૩૦,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચાલકની પૂછપરછ કરતા બુધારામ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હતો અને મેટોડામાં પહોંચાડવાનો હતો. તેના તેને ૧૫ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો તે જાણવા પોલીસે વધુ તપાસ આદરી છે.

(3:43 pm IST)