Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

૧ મહીનામાં ર૦ લાખ નગરજનોએ બસ સેવા માણી

મ.ન.પા.ની બસ ચાલી પમ..પમ..પમ.. : બી.આર.ટી.એસ.માં ૧ર.૬૩ લાખ લોકોની અવર-જવરઃ સીટી બસનો પ.૧૪ લાખ લોકોએ લાભ લીધોઃ રાજકોટ રાજપથ લી.નો પ્રગતિ અહેવાલ જાહેર કરતા મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૭ : મ.ન.પા. દ્વારા રાજકોટ રાજપથ લી.ના નામથી એસ.પી.વી.કંપની ઉભી કરી બી.આર.ટી.એસ. બસ ત્થા સીટી બસ સેવા શરૂ કરાઇ છે શરૂઆતમાં આ બસ સેવાને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો પરંતુ હવે લોકો આ બસ સેવાને સ્વીકારતા થયા છે. અને વધુને વધુ નાગરીકો સીટી બસમાં મુસાફરી કરીરહ્યા હોવાનો નિર્દેશ મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જાહેર કરેલછેલ્લા૧ મહીનાના એટલે કે જાન્યુઆરી માસના પ્રગતિ અહેવાલ ઉપરથી મળી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલીકાની 'રાજકોટ રાજપથ લિ.' દ્વારા શહેરમાં ચાલતી સીટી બસ અને બી.આર.ટી.એસ.બસ સેવામાં જાન્યુઆરી ર૦ર૦ મહિનાની કામગીરીના પ્રગતિ અહેવાલની વિગતો આજે મ્યુનિ. કમીશ્નર ઉદિત અગ્રવાલે જાહેર કરીહતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કુલ સિટી બસ પ,૧૪,ર૧૩ કી.મી. ચાલેલ અને કુલ ૧ર૬૩૯૭પ મુસાફરોએ લાભ લીધો તેમજ બી.આર.ટી.એસ. બસ ૭૭,૪૪૪ કી.મી. ચાલેલ અને કુલ ૭૩૧૬૩૮ મુસાફરોએ લાભ લીધેલ છે.

શ્રી અગ્રવાલે વિશેષમાં જણાવ્યું હતું કે સીટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપ પર નાગરીકોની જાણકારી હેતુ ટાઇમ ટેબલ અર્ધતન કરવાનું ટાઇમ ટેબલ અપડેશનનું કાર્ય ચલાુ છે. જયારે સીટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલકુલ૧ર,૮૭પ કિ.મી.ની પેનલ્ટી (રૂ.૪,૮ર,રપપ) થયેલ છે ઉપરાંત સીટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્સી શ્રી ડી.જી.નાકરાણીને કામાં ક્ષતિ બદલ કુલ રૂ.૪૯,પ૦૦ ની પેનલ્ટી થયેલછે.એટલું જ નહી. સીટી બસ સેવામાં સિકયુરીટી એજન્સી નેશનલ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.૯૦૦ ની પેનલ્ટી થયેલ છે.

તેમજ ચેકીંગ દરમિયાન ટીકીટ વગર મુસાફરી કરતા હોય તેવા અંદાજીત ૧૨૬ જેટલા મુસાફરો પાસેથી રકમ રૂ!.૧૩,૮૬૦/-નો અંદાજીત દંડ વસુલ કરેલ છે. તથા વેલીડીટી પુર્ણ થયેલ હોય તેવા અંદાજીત ૧૪ જેટલા કન્સેશન પાસ જપ્ત કરેલ છે. અને     સિટી બસ સેવામાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૧૦ કંડકટરને ફરજમાંથી કાયમી ધોરણે ફરજ મુકત કરેલ છે. જયારે કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૧૧ કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરેલ છે.  

કમિશ્નરશ્રીએ બી.આર.ટી.એસ. બસની વિગતો આપતા જણાવેલ કે    બી.આર.ટી.એસ. બસ સેવામાં બસ ઓપરેટર શ્રી માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૮૦૦ કિ.મી. ની પેનલ્ટી (રૂ! ૫૦,૨૦૮/-) થયેલ છે. અને બી. આર. ટી.એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્સી જે.કે. સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.૨૦,૫૦૦/- ની અંદાજીત પેનલ્ટી થયેલ છે. જ્યારે ચેકીંગ દરમિયાન ટીકીટ વગર મુસાફરી કરતા હોય તેવા અંદાજીત ૨ મુસાફરો પાસેથી રકમ રૂ. ૨૦૦/- નો અંદાજીત દંડ વસુલ કરેલ છે.તેવી જ રીતે બી.આર.ટી.એસ. બસ સેવામાં કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ ૧ (એક) ટીકીટ ઓપરેટરને પેનલ્ટી આપેલ.              

 અંતમાં કમિશ્નરશ્રીએ અનુરોધ કર્યો છે કે, કંડકટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા જણાયે રાજકોટ મહાનગરપાલિકાના ૨૪*૭ ધોરણે કાર્યરત કોલ સેન્ટર નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર ફરીયાદ નોંધાવી શકાય છે.

(3:42 pm IST)