Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન - સારવાર કેમ્પ

નિષ્ણાંત તબીબોની સેવાઃ કુપોષીત બાળકોને દર મહિને પોષણ યુકત કીટ અને નવજાત બાળકીને બોર્નબેબી કીટ અપાશેઃ શેર વિથ સ્માઈલનું આયોજન

રાજકોટ,તા.૭: યુવા સામાજીક અગ્રણી સુરજ ડેર તેમજ શેર વિથ સ્માઈલ (એન.જી.ઓ.)ના સંયુકત ઉપક્રમે તા.૯ના રવિવારે સવારે ૯ થી ૧૨ સુધીમાં શાળા નં.૯૩, મૌકાજી સર્કલ, નાના મવા મેઈન  રોડ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં ૭૦૦થી વધુ દર્દીઓ લાભ લેશે.

આ કેમ્પમાં બાળરોગ નિષ્ણાંત ડો.નયન કાલાવડીયા, ડો.મહેન્દ્ર રાઠોડ, ડો.રાકેશ ગામી, ડો.બંસી મણવર, ડો.હિના પડીયા, ડો.તન્વી સંપત, ડો.વિરાજ સચ્ચદેવ, સ્ત્રીઓને લગતી તમામ બિમારીઓના નિદાન માટે સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.મૌલીક મોરી, આંખોને લગતી તમામ બિમારીનું નિદાન માટે અનુભવી નિષ્ણાંત ડો.ઓમ પટેલ તેમજ ધર્મરાજ ગોહીલ  તથા તાવ, શરદી, ઉધરસ, ફેંફસા તેમજ કિડની જેવી સામાન્ય બિમારીના નિદાન માટે જનરલ ફિઝીશયનના નિષ્ણાંત ડો.વિરુત પટેલ સેવા આપશે. અત્યારઆધુનિક મશીન દ્વારા આંખના નંબર તપાસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ નિઃશુલ્ક સર્વરોગ સુપર સ્પેશયાલિસ્ટ નિદાન કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ સર્વરોગ નિદાન કેમ્પ બાદ પણ કુપોષિત બાળકોને પોષણયુકત કીટ અને વર્ષ સુધી દર મહિને આપવામાં આવશે તથા દીકરીઓના જન્મદરને વધારવા માટે નવજાત દીકરીઓને બોર્નબેબી કીટ આપવામાં આવશે.

આ કેમ્પને સફળ બનાવવા માટે સુરજ ડેર, કેયુર રૂપારેલ, નિખિલ પોપટ, રોહિત રાજપૂત, માનવ સોલંકી, પ્રકાશ વેજપરા, સુધીર પરમાર, જયદિપ અકબરી, પ્રિન્સ પટેલ, અભિ તલાટીયા, મીત બાવરીયા, હર્ષ આશર, મોહિલ ડવ, વિપુલ તારપરા, હરેશ હિરપરા, કિશોર વાગડીયા, અશોક બંધિયા, ભગીરથસિંહ જાડેજા, જયેશ ટાંક, ધવલ પાંભર, હિરેન લિંબાસીયા, અભય કટારીયા, કેતનભાઈ તાળા, રવિ સિંધવ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(1:39 pm IST)