Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાસાયણિક ઝેરી ખેતીથી ગામડાનું વાતાવરણ પણ દુષિત

રાસાયણિક ખાતર, જંતુ નિંદામણ નાશકોથી બધા જ ઉત્પાદનોમાં પ્રસરતુ ઝેર :જમીનો પણ ફળદ્રુપતા ગુમાવી રહી છે અને સામે ખર્ચ - સમસ્યામાં વધારો કારતક, ફાગણ અને ચૈત્રમાં :ભરપૂર ઉત્પાદન મળવાના બદલે દળી દળીને ઢાંકણીમાં જેવું

રસાયણિક ખાતરો, જંતુ અને નિંદામણ નાશકો થકી ઘાસચારો, દૂધ બધા જ અનાજ અને કઠોળ, મસાલા પાક, કંદમૂળ, તેલીબીયા, શાકભાજી, ફળફળાદી - આમ તમામ ખેતીપાકો તેનું ઉત્પાદન પાણી, હવા, પર્યાવરણ, હળાહળ ઝેરી બની ગયા છે. શહેર કરતાં ગામડામાં આ વધુ ઝેરી છે. કારણ સ્પષ્ટ છે, રસાયણિક ખાતરો, ઝેરી દવાઓની વાડી ખેતરમાં ઉપયોગ કરનારને, સંપર્કમાં આવનારને ડાયરેકટ પોતાને, કુટુંબને, વસ્તીને, પશુ - પક્ષીઓ, જમીનના ઉપયોગી કિડાઓ સહિત બધી જીવસૃષ્ટિને ઝેરી વાતાવરણ સતત અસર કરે છે. માણસો સહિત દરેક જીવ, પાક, ફળ - ઝાડની રોગ પ્રતિકારક શકિત વધુ તૂટી ગઈ છે. આથી જ શહેર કરતા ગામડામાં બિમારી વધુ વકરી છે. પાકની ઉત્પાદકતાને ભયંકર માઠી અસર પહોંચે છે.

વળી ઝેરી દવા, રસાયણિક ખાતરો, ભૂમિ, પાક, પેડ ઉપર પડી રહે છે. તેના વિઘટનથી વિવિધ પ્રકારના ઝેરી ઓકસાઈડો, નાઈટ્રાઈટસ, સલ્ફાઈડો, વધારામાં છાણના - દાબાના ઢગલાઓના સડામાંથી, આ ઉપરાંત વધુમાં મિથન જેવા હળાહળ ઝેરી વાયુઓના ઘટકોમાં સતત રૂપાંતરીત થતા રહી સુક્ષ્મ અને પર્યાવરણીય પ્રદુષણ થતંુ રહે છે. વાતાવરણ સતત ઝેરી રહેવાથી આપણને પ્રાણીઓને, જીવજંતુઓને, અરે આપણા પાક-ફળ-ઝાડને, કારણ તે પણ સજીવ જ છે ને. આરોગ્યમાં ભયંકર નુકશાન કર્યા કરે છે. મતલબ રસાયણિક ઝેરી ખેતીથી ગામડુ સતત ઝેરી વાતાવરણમાં જીવે છે. એસપીએનએફ પદ્ધતિમાં ઝેરી રસાયણો છોડવાની સાથે જ છાણ-દાબાના સંપૂર્ણ જથ્થાનું પ્રવાહી જીવામૃત, સુકુ-ભીનું, ધનજીવામૃત સતત બનાવતા રહેવું જોઈએ જે સામાન્ય રીતે પ્રાકૃતિક ડીએપી, એનપીકે વિગેરેના ઘટકોનું અવેજીત બની રહે. આથી છાણનો મોટો ઢગલો થવા ના દેવાઈ કે ખાડામાં ન સડાવાઈ જેથી મિથેન જેવા તેમજ અત્ય ઝેરીવાયુઓનું પ્રદુષણ થતું અટકે. પાક માટે પોષક જથ્થો મળી રહે.

ગામડાનું આ ઝેરી પર્યાવરણ શહેરોને પણ અસર કરે જ. બધો જ ખોરાક ઝેર યુકત જ ખાવા મળે છે. (સિવાય કે એસપીએનએફ પદ્ધતિ અપનાવીને ખેત ઉત્પાદકને ફેમીલી ફાર્મર બનાવી (ફેમિલી ડો. નીજેમ) તેની પાસેથી મેળવવું) આ અંગેની વેબસાઈટનો ઉપભોગતા અને કિસાનોએ લાભ ઉઠાવવો જોઈએ. તેમજ પ્રમાણિત થયેલ ટેગવાળો માલ ખેડૂત ઘરોમાંથી ખરીદીને ઉપભોગ કરવો જોઈએ.

આવુ પ્રદુષિત ઝેરી વાતાવરણ, ઝેરી ખોરાક, પાણી, દુધ થકી કેન્સર, તમાકું વિગેરેનું વ્યસન ન હોઈ તો પણ, સિવિયર હાર્ટ, બ્રેઈન એટેક (નાની ઉમર હોય તો પણ) કિડની, લિવર ફેઈલ્યોર, માઈગ્રેન, ડાયાબીટીસ, બી.પી. જેવા અગણિત રોગો- લીસ્ટ લાંબુ છે. ડેંગ્યુ, સ્વાઈનફ્લૂ, વિવિધ વાયરલ એટેક સામે ઝઝુમવાની શકિત (પાકની જેમ) ઘટી/નાશ જવાથી રોગોએ મનુષ્ય જીવોને ભરડો લીધો છે. ભાગ્યે જ કોઈ કુટુંબ બચી શકતું હોઈ.

વ્યંધત્વ (બાળક ઉત્પાદકતા) સ્પર્મ અને અંડકોષની નબળાઈ તેની ઘટ, નપુશકતા, અપ્રાકૃતિક ગર્ભ રોપણ માટે દિન પ્રતિદિન દવાખાના કેમ ખુલતા જાય છે? જન્મતા જ બાળ મરણનું બહોળા ક્ષેત્રોમાં કેમ વધતું જવાનું કારણ ગર્ભ દરમ્યાન નાડથી ઝેરી પોષણ, જન્મયા પછી ગળથુથીમાંથી જ રસાયણિક ઝેરી પય અને ખાદ્ય ઉત્પાદન પછી આવા નાજુક શરીરને રોગ સામે ઝઝૂમવાની શકિત કયાંથી હોઈ - આમા ડોકટરો, દવાખાના, વ્યવસ્થાતંત્ર કે સરકાર ઉપર દોશનો ટોપલો ઢોળી દેવો તે રસ્તો નથી જ. વધતા જતા આધુનિક દવાખાનાઓ, ઉચ્ચતર મોંઘી સારવારો- દવાઓ છતાં બાજી હાથમાં રહેતી નથી. જન, ઘર-ધન ધોવાઈ છે. કરજમાં ઘેરાઈ છે.

ખેતીની ભૂમિની આપણા હાથે જ પતઝડ ફાડી નાંખી છે. ક્ષારવાળા રાસાયણિક ખાતરો, કાતિલ ઝેરી દવાઓથી ભૂમિની જીવન ધડકન અટકી પડી છે. ધરતીમાતાનું હૃદય ક્ષતિગ્રસ્ત થયું છે. વળી પેટાળનું ભયંકર ટીડીએસ (ક્ષારો)વાયુ, કેમીકલ યુકત કડવું, કડછુ, તુરૂ, ફળફળતુ ગરમ પાણી વળી માપ બહારનું નુકશાનકારક હોબેશ વપરાશ વધુમાં ભારે હોર્ષ પાવરવાળા વજનદાર ટ્રેકટર-ટ્રેલર અન્ય વજનદાર ઓજારોના ભારથી, બીનજરૂરી સપ્રાકૃતિક ઉડી ખેડથી અન્નપૂર્ણા ધરતીમાતાની છાતીના પાટીયા ભીંસાઈ રહ્યાં છે. જમીન હવાચુસ્ત ભીડો લઈ ગઈ છે. અંદર-બહાર સીમેન્ટ કોન્ક્રેટ જેવી કઠણ થઈ જવાથી પ્રત-પોત - બાંધો બંધારણ (સ્ટ્રકચર અને સ્ટ્રેકચર) તેમજ પી.એચ. ને ભાસ્મીકતા અનેઆલ્કનાઈલને ભયંકર ક્ષતીયુકત ભૂમિ બંજર બની જવી વિગેરે કારણોસર ભૂમિની સજીવતા - જૈવિક શકિત મતલબ દેશી અળસીયા સહિત કિડાઓ, સુક્ષ્મ જીવાણુઓનો અભાવ આથી જ પાક-ફળ ઝોડના પુષ્ટ તંદુરસ્ત પોષણ માટે જરૂરી ઘનિષ્ટ જીવન દ્રવ્ય — હયુમસ, સ્થિર સેન્દ્રિય કાર્બનનો અભાવ (ન બનવાથી) પાક ફળઝાડને પ્રાકૃતિક પોષણ મળી શકે નહીં આમ આપણાં હાથથી જ ધરતીમાતાને કોમામાં ધકેલી દીધી છે પણ આપણને અન્નપૂર્ણા ભૂમાતા કયાંથી અમૃતમય દુગ્ધાનુમાન (ભોજન) કરાવે? આથી જ ઝેરી - રસાયણિક પોષણવાળું ઝેરી ખાનપાન જ મળે ને ! અમૃતમય ભોજન તો પ્રકૃતિના તત્વો સત્વોથી જ મળી શકે તે માટે કામધેનું - ગાય માતાના ચરણો પખાળવા પડે ભઈ !

આમ ભૂમિની ફળદ્રુપતા અને ઉત્પાદકતા નહીવત રહેવા / નષ્ટ થવાથી બધી જ વિટંબણાઓની જટીલ સમસ્યા વકરી છે. ખર્ચ વધતા જતો છતાં ઉત્પાદન ડૂલ થતું જાય ખોટની ખેતી થવાથી બોજો વધતો જાય, કરજમાફી, વિમા માટે (જગ તાતનો) લંબાવતો હાથ-ટંટા-ફીએસ્ટા, હાઈહોઈ ઉધામા કોઈના કુવાડાના હાથા બનવામાં અટવાયા કરીએ, આપઘાત !! કેવી વક્રતા આપણી ભાવિ પેઢી માટે શું મુકી જશું ભઈ? વાંજણી બીન ઉત્પાદક બરડ જમીન? શહેરમાં કયાંય કમાવાનો અવકાશ નથી. હાલે છે તે પણ ઘણાખરા ટીંગાએલી હાલતમાં જીવે છે. આનો એક માત્ર ઉકેલ એસએનપીએફ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો છે.

પાક ફળઝાડની વૃદ્ધિ (કેનોપી) ઝેરી રસાયણો થીજ થવાથી તેમજ તેની આસપાસ સુક્ષ્મ પર્યાવરણથી માંડી વાતાવરણિય પર્યાવરણની જટિલ સમસ્યા માટે ચાલીસ ટકાથી વધુ તો આ ઝેરી રસાયણિક કહેવાતા આધુનિક ખેતી પદ્ધતિનો ફાળો છે. પાક પણ સજીવ છે. આવા ઝેરી રસાયણો અને વાતાવરણને લીધે પાકની ગાભ અવસ્થા નીંદાણ અવસ્થા, ફુલભમરી અવસ્થા સુધી હરિયો ભર્યો લાગતો પાક તેની સુવાવડ અવસ્થા (નીંઘલ, દાણા, ફળ, બેસળા વિગેરે) પાકમાં આંતરિક ઝેરી પદાર્થો, ઝેરી પર્યાવરણને કારણે રોગ-જીવાત, ખરાબ વાતાવરણ સામે ટકકર ન જીલી સકવાથી ઉત્પાદન ઠુંસ, કારતક મહિને ફાગણ ચૈત્રી પુનમે ઉત્પાદન દળી દળીને ઢાંકણીમાં ઉધલાવવા જેવું. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડુ, આવી પ્રાકૃતિક આપદાઓને પ્રોત્સાહન આપણા હાથે જ થાય છે.

 છેલ્લા ચાર વર્ષથી આ પધ્ધતી મુજબ ખેતી કરતા કિસના ભાઇઓના મોલ ભયંકર વાવાઝોડા અનરાધાર વરસાદમાં પણ ઢળીયા સડિયા વગર ઉભા રહ્યા દાખલા છે આવા મોડેલ ફાર્મોએ ચાલુ સાલે ભ્રયંકર સતત વરસાદ વાવાઝોડામાં ઉભા રહી સફળ પાક ઉત્પાદનના સિધ્ધ કરી આપેલ છે તેજ રીતે જ ચોમાસાના પ્રથમ વાવેતરના વરસાદ પછી ખાસો સમય લંબાયા પછી વરસાદ આવ્યો તેવી વાડી ખેતરોમાં લાંબો સમય સુસ્મત અવસ્થામાં ટકી રહી સારૂ ઉત્પાદન આપી પ્રકૃતિએ આ સાબિત કરી આપ્યુ છે. વળી ૧૦ થી રપ ટકા પિયતની વ્યવસ્થાથી સંપૂર્ણ રીતે પાક લેવાઈ છે. આમ પાણીની અને વિજળી -ડીઝલની- પરિયાવરણની કેટલી બધી બચત.

આ બધી ભયંકર વિટંબણાઓથી બચવા અને તેની સામે પુષ્કળ નાણા અને આરોગ્ય કમાવા શોષણ વગરનો વિદ્યે વરાળે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન સાથે વધુ ભાવ મળે તેવો આરોગ્યપ્રદ ક્રાંતિકારી SPNF પઘ્ધતિ રસ્તો છે. આ એક નવીનતમ ક્રાંતિનુ બ્યુગલ ફુંકાઈ ગયું છે. તમારે અને તમારી પેઢી ઢસડાઈને ખુવાર ખતમ ના થવું હોય તો આ ક્રાંતિમાં ઝડપથી જોડાઈ ઓતપ્રોત થઈ જાવ. ગુમાવવાનું કશુ નથી મેળવવાનું જ છે. આ માટે પ્રથમ તો તમારે રસાયણિક ખેતીની કેસેટ - પેનડ્રાઈવ ડીલેટ(કાઢી નાંખીને) કરી વર્ણવેલી SPNF ખેતી પધ્ધતિની નવી પેનડ્રાઈવ (કેસેટ) ચઢાવવી પડશે પછી તો બધુ આપોઆપ ઉકેલાતુ જશે વળી પધ્ધતિ પિયત કે બિન પિયત, અર્ધપિયત ભૂમિમાં ખેતી કરવાની હોઈ પરિણામ અદકેરૂ આપે છે. 'આ નવિનતમ પથ અદ્દભૂત, અદ્દભૂતર, અદ્દભૂતમ ભઈલા હાથવગો છે.' આમાં પંચમહાભૂતોનું (પ્રકૃતિની ફીનોમિના) સમજવું - અપનાવવું રહે છે. જેમાં ગમે તેટલી જમીન હોઈ ૩૦ એકરની મર્યાદામાં એકાદ ગાવલડુ ખીલે બાંધવું જરૂરી બને તે સાથે પરંપરાગત ચાલુ ખેતી પધ્ધતિમાં અમુક આંશિક ફેરફારો સાથે કમખર્ચમાં ખેતી કરવાની સાચી દિશા પકડવાની છે. ઉપર વર્ણવેલા તે જીવતા રાક્ષસોથી છૂટવા હવે ધોરવું પોષાઈ તેમ નથી જ વળી ખોરાકનો એક કણ પણ ફેકટરીમાં પેદા થતો નથી અને કયારેય થશે પણ નહીં ખેતર વાડીમાં જ પેદા થઈ શકે અને તે જગતાત જ કરે છે. તાત પોતાના સંતાનોને કદી ઝેર ખવડાવે - હા રાક્ષસી વૃતિવાળા બાપ આવુ કરવાના હવે દાખલા સામે આવે છે તેનું કારણ આ ઝેરી ખોરાકનું પરિણામ આની પંગતમાં બેસવું ન હોય તો 'તંદુરસ્ત જીવવું, જીવાડવાનો પુણ્યશાળી પથ છે.'  તે આજ પકડી લો ઝટપટ.

આપને - પુરતુ - વિસ્તૃત કે ખુટતુ જાણવું હોઈ તો તે માટે તમો વ્યકિતગત, ગૃપમાં, સામુહિક, શિબિરની રીતે આયોજન અંગે મારો સંપર્ક કરી, સાધી શકો છો. મારી જાતને ધન્ય માનીશ. મારો કોઈ ચાર્જ નથી. હું હરહમેંશ હરઘડી ઉપલબ્ધ છું. અન્યોને પણ સંપર્ક કરી શકો છો. માર્ગદર્શક વાહક તરીકે ભોમિયા હાજર છે. પ્રાકૃતિક ખેતીના ડુંગરા ભોમિયાના સહારે સહેલાઈથી તમે ભૂમિ શકશો, મુંજાસો નહીં, હાકલ પાડો મદદ તૈયાર છે.

આ ખેતી પઘ્ધતિ થકી જ આપણી વ્યકિતગત, કૌટુંબીક, ગામની, રાજયની, તંદુરસ્ત, આરોગ્યમય જીવન અને GDP ની વૃધ્ધિ. આ SPNF ગાય આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા ચાલો સાથે મળીને અમૃતમય બહોળું ઉત્પાદન મેળવવાની દિશા કંડારીએ આ નવિનતમ ખેત ક્રાંતિથી હિન્દુસ્તાનને ફરીથી સોને કી ચિડિયા બનાવવાના રસ્તે પ્રયાણ કરીએ. આ માટે કનેકટ થવું પડશે. દ્યરમાં ઓટલે ચોરે ચૌટે બેઠા રહી, વહેલા નિવૃતિ લઈ ગયા મારતા રહેશુ તો હાથમાં કંઈ રહેવાર્નુ નથી. ભવિ પેઢી માટે સારૂ મુકીને જશું નહી. 'હું બધુ જ જાણું છું.' તેવું માનીને કાંઈ પૂછતાસ કરો નહીં, ઉડા ઉતરો નહીં. સાચો રસ્તો પકડો નહીં. કુવાના દેડકાની જેમ મારો તો આ વિશાળ સમુદ્ર છે. તેવા ભ્રમમાં રહો તો ઠનઠન ગોપાલ. તો ભઈ રોજ રોજ કંઈક નવીનતમ જાણવા - સંપર્ક કરવા, અમલમાં મુકવા (ભલે ને થોડાક વિઘામાં) સતર્ક રહો આધેડ ખેડૂત ભાઈઓ ગામના ચરિયાણ, વગડો, ગોદરે, રોઢે પાળે, ગામમાં, સ્કૂલોમાં જુદા જુદા પ્રકૃતિના ઝાડ- ઝીપટાઓનું વાવેતર અને જતન કરી સદભાવ પૂર્વક  પૂણ્ય કમાવ સમયનો સદ્દપપયોગ કરો. નવીનતમ ખેતી માટે આ ઝાડ- વનસ્પતિની આવશ્યકતા છે કારણ તે પરોપજીવી અને પરભક્ષીના ઉછેર અને આશ્રય સ્થાનો છે આ થકી પ્રાકૃતિક પાક સંરક્ષણ થશે પર્યાવરણ સુધરશે - તાપમાન કાબુમાં રહેશે. પાક માટે સૂક્ષ્મ વાતાવરણીય ભેજ મેઈન્ટેઈન થશે.

આ સબબ કનેકટ થવું જરૂરી છે અને અન્યોને પણ કનેકટ કરવામાં સાણપણ છે. મારી વોટસઅપ ગૃપમાં પણ જોડાવ અને અન્યને પણ પ્રોત્સાહિત કરો. કારવા વધતો જશે પરિણામે બહોળું મળતું થશે. ક્રાંતિકારી એક વિશાળ ફોજ તૈયાર થશે આ અને આવા લેખ સર્વને માર્ગદર્શન રૂપે  પહોચતા થશે. ''યા હોમ કરીને પડો કુચ કરો ફતેહ છેે આગે''.

ડો. નાનજીભાઈ જી. ડઢાણીયા

મો. ૯૯૨૫૮ ૧૧૪૧૬

બ્રાઝીલ ક્રાંતિ સર્જી શકે તો આપણે કેમ નહિં?

 બ્રાઝીલ દેશનું તળીયે ગયેલું અર્થતંત્ર આપણતી દેશી ગીર ગાય થકી ટૂંકા ગાળામાં જ ઉચુ અર્થતંત્ર (G.D.P) લાવવામાં ક્રાંતિ સજાર્ણી છેં. આપણી જ ધરોહર ગાયમાતા આપણે તેને અવગણવ્થી આપણી, માઠી દશામાંથી ઉગરવા તેને આદરપૂર્વક પુજનિય ભાવથી આપણા ઘર-કુટુંબનું અદકેરૂ સભ્ય પદ આપવાનું છે. તો આપણે ક્રાંતિ કયારે સર્જાશું? 

SPNF એટલે શું? કઈ રીતે થાય

SPNF દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીમાં સતત એકધારો ઝપાટા બંધ વરસાદ એક સામટો પડી જાય- શાન્ત રીતે ધીમી ધારે સહજ રીતે અકાર ઈંચ જેટલો ઉતરી આવે તો પણ આ બન્ને માંથી કોઈપણ વરસાદનું પાણી ખેતર-વાડી બહાર નહિ નિકળે તળ તરબોળ થાય, ઝરણાઓ સફરે પિવા પિયતના પાણીના ગંભિર પ્રશ્નો ના રહે (ડેમ કેનાલ સામે જોવાનું ના રહે) આમ પુર હોનારતની લગામ તો આપણા હાથમાં  SPNF દ્વારા થાય સમગ્ર ખેત ભૂમિપર SPNF પધ્ધતિ  મહત્વની છે.

(3:36 pm IST)