Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સી.એ. રીજયોનલ કાઉન્સીલના સભ્યો રાજકોટ બ્રાન્ચની મુલાકાતે

ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના વેસ્ટર્ન રીજીયનના ચેરમેન સી.એ. લલિત બજાજ, વાઇસ ચેરમેન વિશાલ દોશી, સેક્રેટરી મુરતજા કાચવાલા, બા્રાન્ચ નોમીની હિતેશ પોમલ સહિત અન્ય રીજઓનલ કાઉન્સીલ મેમ્બર્સ રાજકોટ બ્રાન્ચની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના ચેરમેન વિનય સાકરીયાએ પ્રાસંગીક વકતવ્યમાં સ્થાનિક પરિસ્થિતીથી સૌને વાકેફ કર્યા હતા. બાદમાં મહેમાનો દ્વારા વકતવ્ય અને પ્રેઝન્ટેશન કરેલ. અંતમાં આભારવિધિ બ્રાન્ચના વાઇસ ચેરમેન હાર્દીક વ્યાસે કરેલ.

(4:20 pm IST)