Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

દૂપટ્ટો કાળ બન્યોઃ મશીનમાં ફસાતાં સવિતાનું ગળાફાંસો આવી જતાં મોત

ગોમટાના પાટીયે ડુંગળીની ફેકટરીમાં બનાવઃ એમપીની યુવતિનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૭: ગોંડલ તાબેના ગોમટાના પાટીયા પાસે આવેલી ડુંગળીની ફેકટરીમાં મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની યુવતિ માટે તેનો જ દૂપટ્ટો કાળ બન્યો હતો. ઓઢેલો દૂપટ્ટો મશીનમાં ફસાતાં ગળાફાંસો આવી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ગોમટાના પાટીયે આવેલી ડુંગળીની ફેકટરીમાં પરિવારજનો સાથે મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની સવિતા ગંગારામ પંચાલ (ઉ.વ.૧૯) રાતે દસેક વાગ્યે કંપનીમાં મશીન પર કામ કરતી હતી ત્યારે તેણે ઓઢેલો દૂપટ્ટો ફસાઇને ખેંચાતાં ગળાફાંસો આવી જતાં બેભાન થઇ ગઇ હતી. તેણીને સારવાર માટે ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.તેના ભાઇ મુકેશના કહેવા મુજબ સવિતા પાંચ બહેન અને ત્રણ ભાઇમાં નાની હતી. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:43 am IST)