Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આજે ૨ મોત : નવા ૨૧ કેસ : ૧૪ હજાર રાજકોટીયનો કોરોનાની લપેટમાં

શહેરમાં કુલ કેસનો આંક ૧૪,૦૧૪એ પહોંચ્યો : આજ દિન સુધીમાં કુલ ૧૩,૪૧૦ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : રિકવરી રેટ ૯૫.૮૩ ટકા : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાથી ગઇકાલે ૪ પૈકી એક પણ મૃત્યુ જાહેર કર્યુ નથીઃ કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૦૯ બેડ ખાલી

રાજકોટ, તા.૭:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે ૨ મોત છે. શહેરમાં બપોરે ૨૧ કેસ નોંધાયા છે. જયારે છેલ્લા ૧૦ મહિનામાં કુલ કેસનો આંક ૧૪,૦૧૪એ પહોંચ્યો છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૭ ીને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨ દર્દીએ દમ તોડી દીધા હતો.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૪ પૈકી એક પણ મોત જાહેર કર્યુ નથી. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૦૯ બેડ ખાલી છે. શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.  શહેરમાં ૩૩ અને રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ૯૦ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૨૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૦૧૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૩,૪૧૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૫.૮૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૩૨૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૬૦ ટકા થયો  હતો. જયારે ૫૮ દર્દીઓને સાજા થયા હતા. જયારે આજ દિન સુધીમાં ૫,૪૩,૯૬૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૦૧૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૭ ટકા થયો છે.

નવા૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ક્રિષ્ના બંગ્લો-૧૫૦ ફુટ રીંગ રોડ, વિમલનગર-કાલાવડ રોડ, અમૃત પાર્ક-રેલનગર, ગુલાબનગર-રૈયા રોડ, કેવડાવાડી સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(4:23 pm IST)