Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સીએએના સમર્થનમાં વોર્ડનં.૧૦માં પોસ્ટકાર્ડ ઝુંબેશઃ સાહિત્ય વિતરણ

રાજકોટ : દેશના વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો અંતર્ગત સૌ માહીતગાર થાય તે હેતુથી શહેર ભાજપ દ્વારા વોર્ડ નં. ૧૦માં પોસ્ટકાર્ડ ઝુંબેશ કાર્યક્રમ ઇન્દીરા સર્કલ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, વોર્ડ નં.૧૦ના પ્રભારી માધવભાઇ દેવની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ પોસ્ટકાર્ડ ઝુંબેશ કાર્યક્રમમાં શહેર ભાજપ ઉપાધ્યક્ષ સંગીતાબેન છાય, વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, કોપોરેટર અશ્વિનભાઇ ભોરણીયા,જ્યોતસનાબેન ટીલાળા, પૂર્વ કોપોરેટર પરેશભાઇ હુંબલ, કાશ્મીરાબેન નથવાણી, મહીલા મોરચાના પ્રમુખ મનીષાબેન શેઠ, કિરણબેન શાહ, ઉર્વશીબા, પ્રફૂલાબેન મહેતા, નીતુબેન કનારા, કિશોરભાઇ સોજીત્રા, હેમાંગ માંકડીયા, વિનુભાઇ વ્યાસ, મનીષભાઇ ડેડકીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, હેમંતસિંહ ડોડીયા, ભરતસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રમુખ સંજયભાઇ વાઘર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વોર્ડ નં.૧૦ ભાજપ દ્વારા શાંતીવન, મિલાપનગર, શકિતનગર, રાધાપાર્ક, સહિતના વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા લાગુ કરાયેલ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપી ઉપરોકત વિસ્તારોમાં જનજાગૃતિ અર્થે સાહીત્યનું વિતરણ કરી અને લોકોને આ કાયદાની માહિતી આપી હતી.

(3:55 pm IST)