Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભાજપ યુવા મોરચાની બેઠક : ભાવી કાર્યક્રમો ઘડાયા

રાજકોટ : પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યુવા ભાજપની પ્રદેશ ટીમ, હોદેદારો,જિલ્લાના પ્રભારી, જિલ્લા પ્રમુખોની એક બેઠક મળી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લનુલક્ષીને આગામી કાર્યક્રમો ઘડી કઢાયા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ અને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને યુવા મોરચાના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉપાધ્યાયની ઉપસ્થિતીમૉ તેમજ યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ , મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા નેહલ શુકલ અને ફાલ્ગુનભાઇ ઉપાધ્યાયે આગામી કાર્યક્રમો જેવા કે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી શાળાઓમાં ''નેશન વિથ નમો'' નિબંધ લેખન કાર્યક્રમ, પાર્ટીની વિચારધારા સાથે જવા યુવાનોનેજોડવા, ''નેશન વિથ વોલન્ટીયર પ્રોગ્રામ'', તેમજ '' કોલેન કેમ્પસમાં યુથ યુવા આઇકોન નેટવર્ક''ઘ '' કેમ્પસ એમ્બેસેડર નેટ વર્ક'' '' પહેલા વોટ મોદી કો સંકલ્પ અભિયાન'' કાર્યક્રમો, મકરસંક્રમતિ  દરમ્યાન ' પતંગ વિતરણ' તેમજ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા 'યુથ પાર્લામેન્ટ'  'બ્લડ ડોનેશન કેમ્પ', ' ખાટલા બેઠકો' માં યુવા મોરચાના કાર્યકર્તાઓને જોડવા વિષે વિષદ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ બેઠકનું સંચાલન યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ તેમજ વ્યવસ્થા મહામંત્રી પૃથ્વીસિંહ વાાળા અને પરેશ પીપળીયાએ સંભાળી હતી. (૩.૧૩)

(4:25 pm IST)