Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મોરબીના દુષ્કર્મ કેસમાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ સ્ક્વોડે ઝડપ્યો

ભાટિયાના વિક્રમસિંહ ચૌહાણને ત્રાજપર ચોકડીએથી ઝડપી લીધો

રાજકોટ રેંજ આઈજીની સ્પેશ્યલ સ્કવોડે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

        રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચનાથી સ્પેશ્યલ સ્કવોડ ટીમના પીએસઆઈ એમ વી પટેલ, મદારસિંહ મોરી, ઈશ્વરભાઈ ખટાણા અબને અક્ષયરાજસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના દુષ્કર્મના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી વિક્રમસિંહ શિવસિંહ ચૌહાણ (રહે ભાટિયા તા. કલ્યાણપુર જી દ્વારકા)ને મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લઈને બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે

(10:37 pm IST)