Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રાજકોટના કિંમતી પ્લોટનો વેચાણ દસ્તાવેજ રદ કરવાના દાવામાં મનાઇ હુકમની અરજી રદ

રાજકોટ તા. ૬ :.. રાજકોટમાં આવેલ પોશ વિસ્તારના કિંમતી પ્લોટના વેચાણ દસ્તાવેજ રદ કરવાના દાવામાં કરેલ મનાઇ હુકમ મળવાની અરજી નામદાર કોર્ટે રદ કરી છે.

આ કેસની વિગત મુજબ દિવાળીબેન માવજીભાઇ વસાણીએ તેમની માલિકીની મિલ્કત રાજકોટના રૈયાના સર્વે નં. ૧૯૮ પૈકીના પ્લોટ નં. ર૭-બી પૈકીની જમીન ચો. વા. ૩૦પ-૪ પ્લોટ ઉપર ફલેટ બનાવવા પોતાના પૌત્ર દિપક જયંતિલાલ વસાણીને વાદી દિવાળીબહેનને પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવવા માટે ખોટુ સમજાવી તેઓના અંગુઠાનું નિશાન લઇ કુલમુખત્યારનામુ બનાવી લીધેલ અને પછી આ પ્લોટ ગુલાબ હુસેન એમ. અંસારીને રજીવેચાણ દસ્તાવેજથી વેચાણ કરી બધાએ સાથે મળી વૃંદાવન ક્રેડીટ કો. ઓ. સોસાયટીમાંથી રૂા. એક કરોડની લોન લીધી હતી.

આ દાવામાં વાદી દિવાળીબેને એવુ જણાવેલ કે તેનો પૌત્ર દિપક જયંતિલાલ વસાણીએ તેને આધારકાર્ડ પાનકાર્ડ કઢાવવાના બહાને સબ રજીસ્ટ્રાર પાસે લઇ ગયેલ અને ત્યાં કુલમુખત્યારનામું બનાવી લીધેલ. અને પોતાની સહી લીધી હતી. આમ પોતાની ઉમર ૯૭ વર્ષની હોય ઉમરનો લાભ લઇ બોગસ દસ્તાવેજો બનાવી અમારી સાથે ફ્રોડ કરેલ હોય આ કુલમુખ્યારનામું તથા પ્રતિવાદીએ વૃંદાવન ક્રેડીટ કો. ઓ. સો. માંથી લોન માટે કરેલ ઇકવીટેબલ મોરગેજ દસ્તાવેજ રદ કરવા અને કામ ચલાઉ મનાઇ હુકમ મળવાની અરજી રદ  કરવા રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

આ દાવામાં પ્રતિવાદીઓએ હાજર થઇ દાવાનો જવાબ વાંધા રજૂ કરી મનાઇ હુકમની માંગણીમાં દલીલમાં જણાવેલ કે વાદી દિવાળીબેને પૌત્ર દિપકભાઇ વસાણીને કુલમુખત્યારનામું આપેલ જ છે. વાદીના પાનકાર્ડ અને આધાર કાર્ડ તો કુલમુખત્યારનામું આપ્યા પહેલા જ ઇસ્યુ થયેલ છે. જેથી વાદી કોર્ટ સમક્ષ ચોખ્ખા હાથે આવ્યા નથી અને કોર્ટમાં દાવો કરવામાં ૩ વર્ષનો વિલંબ કરેલ છે. પ્રતિવાદીએ જમીન ઉપર પ્રોજેકટ ડેવલપ કરવા મોટી રકમની લોન પણ લીધેલ છે તેથી તે વાદીને મનાઇ હુકમ આપવામાં આવે તો પ્રતિવાદીને ખુબ જ મોટુ નુકશાન જાય તેમ છે.

આ ઉપરાંત વૃંદાવન ક્રેડીટ કો. ઓ. સો.ના વકીલે એવી રજૂઆત કરેલ કે વાદી અનસાઉન્ડ માં ઇન્ડના નથી છ મહિનાથી પાવર ઓફ એટર્ની આપેલ છે. ત્રણ દિકરા તેની સાથે રહે છે. ત્યારે સેલડીડ થઇ જાય ત્યાં સુધી વાદીને ખબર ન પડે તેવું માની શકાય નહિ. માટે વાદીની મનાઇ હુકમની અરજીરદ કરવી જોઇએ.

તમામ દલીલો સાંભળી ન્યાયમૂર્તિ સુરતી મેડમે વાદીની મનાઇ હુકમની અરજી રદ કરી હતી આ કામમાં દિપકભાઇ વતી એઙ. અરવિંદકુમાર રામાવત, અશ્વિન એ. રામાવત, રાજુભાઇ દૂધરેજીયા, તથા ગુલામ હુસેન અંસારી વતી એઙ. મનોજ એન. ભટ્ટ, જીજ્ઞાશા બી. જાની, આનંદ કે. પઢીયાર તથા વૃંદાવન સોસા. વતી તુષારભાઇ ધોલીયા તથા ધવલ પડીયા રોકાયા હતાં.

 

(4:22 pm IST)