Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વિજયભાઈનો રાજકોટમાં રોડ શો : મહિલાઓ - બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્‍વાગત

મુખ્‍યમંત્રી ખુલ્લી જીપમાં ફર્યા, લોકોનું ઠેર-ઠેરથી અભિવાદન કર્યુ : વડીલ મહિલાઓએ આર્શીવાદ આપ્‍યા

રાજકોટ : રાજયના મુખ્‍યમંત્રી અને રાજકોટ-૬૯ બેઠકના ભાજપના ઉમેદવાર  વિજયભાઇ રૂપાણીનો રોડશો આજે રાજકોટમાં ભવ્‍ય રીતે યોજાયો હતો. ઓખી વાવાઝોડાને પગલે ગઇકાલે રાત સુધી વિજયભાઇ સુરત ખાતે બેઠકો અને બચાવ કામગીરીની વ્‍યવસ્‍થા ગોઠવવામાં વ્‍યસ્‍ત હતા. ઓખી વાવાઝોડુ સમુદ્રમાં જ શમી ગયાને પગલે ગુજરાત ઉપરથી એક સંકટ દૂર થયું હતું. વિજયભાઇએ આજે સવારે રાજકોટ આવી રોડ શોનો આરંભ કર્યો હતો.

શહેરના પ્રખ્‍યાત અક્ષરપુરષોતમ સ્‍વામિનારાયણ મંદિર (બીએપીએસ) ખાતે તેમણે શ્રી હરિની મૂર્તિની પૂજા કરી હતી. સંસ્‍થાના સંતોએ તેમની પાસે શાષાોકત વિધીથી પૂજા કરાવી. વિજયભાઇને વિજયભવઃના આશીર્વાદ આપ્‍યા હતા. ત્‍યાંથી તેઓ ચંદ્રપાર્ક ર્વિતારમ આવેલા અમરનાથ મહાદેવના મંદિરે પહોચ્‍યા હતા અને ખુલ્લી જીપમાં વિજયભાના રોડશોનો આરંભ થયો હતો. મતવિસ્‍તારની મહિલાઓએ વિજયભાઇને કુમકુમ તિલક કરી વિજયની આગોતરી વધાઇ આપી હતી. વિવિધ સ્‍કુલોએ લોકોએ ગુલાબની પાંખડીઓ ઉડાડી તેમને આવકાર્યા હતા. ઘણા મતદારોએ ફુલહાર કરી વિજયભાઈનું સ્‍વાગત કર્યુ હતું. સાફાધારી યુવાનો રોડશોનું મહત્‍વનું અંગ હતા. જેમણે સમગ્ર રોડ શો દરમિયાન આકર્ષણ જમાવ્‍યુ હતું.

અમરનાથ મંદિરથી શરૂ કરી જગન્‍નાથ ચોકમાં રોડ શો પહોંચ્‍યો ત્‍યારે પરંપરાગત રાસમંડળી દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. યુવાન ખેલૈયાઓએ રાસમંડળીમાં ભારે જમાવટ કરી હતી. જગન્‍નાથ ચોકથી જગન્‍નાથ પ્‍લોટ, ગુલાબવિહાર, ચંદુપાર્ક વિસ્‍તારમાં વિજયભાઈ ખુલ્લી જીપમાં ફર્યા હતા. સમગ્ર વિસ્‍તારમાં મતદારો તેમને આવકારવા માટે ઉમટી પડયા હતા. વિજયભાઈની સાથે નીતિનભાઈ ભારદ્વાજ, નીતિનભાઈ ભૂત, જાગૃતિબેન ધાડીયા, રઘુભાઈ ધોળકીયા, રાજુભાઈ અઘેરા, કાથડભાઈ ડાંગર, વી. એમ. પટેલ સહિત સંખ્‍યાબંધ અગ્રણીઓ અને નાગરીકો સામેલ થયા હતા.

(4:11 pm IST)