Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મોદી સ્કુલમાં સ્કાઉટનો દિક્ષાવિધ કાર્યક્રમ

 રાજકોટ : સ્કાઉટ એન્ડ ગાઇડની પ્રવૃતિ સમગ્ર વિશ્વમાં કરાવવામાં આવે છે તેનાથી દરેક વિદ્યાર્થીઓમાં રહેલ હુન્નરને પ્રજ્જવલિત કરવામાં આવેલ છે. ભવિષ્યમાં કોઇપણ ક્ષેત્રમાં આ વિદ્યાર્થી જાય તો તેઓ પોતાની આગવી ઓળખ દર્શાવી શકે છે. સ્કાઉટના વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દીમાં સ્કાઉટીંગ શીખે તે પહેલા તેઓને દિક્ષા આપવામાં આવે છે તો તેની દિક્ષા આપવા માટે શાળામાં દિક્ષાવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોદી સ્કુલના દરેક વિદ્યાર્થીઓએ પોતાના દ્વારા નાગરીક બનવા તેમજ સ્કાઉટના નિયમનું પાલન કરવા અને બીજાજાને મદદરૂપ થવા પ્રતિજ્ઞા લીધી દરેક વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર મહેમાનોના હસ્તે સ્કાફ પહેરાવવામાં આવ્યા હતા. ધો.૭ અને ૮ના કુલ ર૧૭ વિદ્યાર્થીઓને દિક્ષા આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં સ્કાઉટ એન્ડ ગાઇડમાં રાજકોટ જીલ્લાની ટીમ આવતા પાંચ વર્ષ ગુજરાત રાજયને નેતૃત્વ પુરૂ પાડશે. તેમાં સમગ્ર ગુજરાત રાજયમાં પસંદગી પામેલ વ્યકિતઓ સ્ટેટ ચીફ કમીશ્નર તરીકે જનાર્દનભાઇ પંડયા, સ્કાઉટ એન્ડ ગાઇડના સ્ટેટ ટ્રેનીંગ કમીશ્નર તરીકે ભીખાલાલ સીદપરા તથા સ્કાઉટ એન્ડ ગાઇડના સ્ટેટ સેક્રેટરી તરીકે મનીષભાઇ મહેતા ચૂંટાયેલ તેઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સ્કાઉટમાં વિદ્યાર્થી સાતમાં ધોરણથી શરૂઆત કરી શકે છે. તેમાં વિદ્યાર્થીઓ કુલ ૩ વર્ષ સુધી ભાગ લેવાનો હોય છે. આ ત્રણ વર્ષના અંતે રાજયપાલ પુરસ્કાર અને પાંચ વર્ષના અંતે રાષ્ટ્રપતિ પુરસ્કારની પરીક્ષા આપવાની હોય છે. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ૪ વિદ્યાર્થીઓ જેમ કે પંડયા નીલ, ચોટલીયા અક્ષય, ભાલીયા મીત, બુંદેલા દેવ તેમજ રાજય પુરસ્કાર મેળવનાર ૩૭ વિદ્યાર્થીઓનું શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યુ તેમજ પંચમઢી ખાતે કેમ્પમાં ગયેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સ્કાઉટ એન્ડ ગાઇડની એકટીવીટીમાં ટ્રેઇનર તરીકે ટ્રેઇનીંગ આપવા માટે ટ્રેનીંગ કોર્ષ એચડબલ્યુબીની ટ્રેનીંગ મેળવનાર સ્કુલના શિક્ષકો સર્વશ્રી અનડકટ સંદિપભાઇ લાખાણી, રાકેશભાઇ તથા શ્રીમતી હિંગરાજીયા જુલીબેનને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

(4:35 pm IST)