Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ચૂંટણી અંતર્ગત સઘન ચેકીંગઃ ૩II લાખનો દારૂ ભરેલા બે વાહનો ક્રાઇમ બ્રાંચે પકડ્યા

હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા અને કોન્સ. કુલદિપસિંહની બાતમી પરથી ૨,૭૮,૪૦૦નો ૬૯૬ બોટલ ભરેલુ પીકઅપ વેન અને હેડકોન્સ. સમીરભાઇ શેખ તથા અનિલ સોનારા અને હરદેવસિંહની બાતમી પરથી ૭૨ હજારનો ૧૮૦ બોટલ દારૂ સાથે કાર કબ્જેઃ કોળી શખ્સ પ્રશાંત પરમારની ધરપકડ

રાજકોટ તા. ૬: ચૂંટણી અંતર્ગત સઘન ચેકીંગ કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત, જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી ઝોન-૧ બલરામ મીના તથા ઝોન-૨ કરણરાજ વાઘેલા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અંતર્ગત પી.આઇ. એચ.એમ. ગઢવી અને બે ટીમોએ રાત્રીના બે સ્થળે દરોડા પાડી રૂ. ૩,૫૦,૪૦૦નો વિદેશી દારૂ ભરેલા બે વાહનો કબ્જે લીધા હતાં. એકનો ચાલક વાહન મુકી ભાગી ગયો હતો. જ્યારે બીજી કાર સાથે એક શખ્સ પકડાઇ ગયો હતો.

પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. મહાવીરસ્િંહ જાડેજા, જગમાલભાઇ ખટાણા, કૃપાલસિંહ ઝાલા, મયુર પટેલ, જયસુખભાઇ હુંબલ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, સંતોષ મોરી, સંજય રૂપાપરા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે મહાવીરસિંહ અને કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી ઢેબર રોડ ૮૦ ફુટ રોડ નહેરૂનગર પાસે આહિર ચોકમાં જોગમાયા વાડીની બાજુમાં વોચ રાખતાં જીજે૧૨બીઆર-૭૭૬૫ નંબરનું પીકઅપવેન રેઢુ મુકી એક શખ્સ ભાગી ગયો હતો. જેમાંથી રૂ. ૨,૭૮,૪૦૦નો ૬૯૬ બોટલ કુલ ૫૮ પેટી દારૂ મળી આવતાં વાહન મળી કુલ રૂ. ૫,૭૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

બીજી ટીમમાં પી.એસ.આઇ. એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, મોહનભાઇ મહેશ્વરી, ઘનશ્યામસિંહ ચોૈહાણ, અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડકોન્સ. સમીરભાઇ શેખ અને અનિલ સોનારા તથા હરદેવસિંહ રાણાને બાતમી મળતાં નાના મવા રોડ દાસી જીવણપરા-૩ના ખુણે વોચ રાખી જીજે૩એચઆર-૩૪૪૬ નંબરી સફેદ રંગની ઇકો કાર આંતરી ચાલક પ્રશાંત કિશોરભાઇ પરમાર (કોળી) (ઉ.૨૨-રહે. લક્ષ્મીવાડી કવાર્ટર બી-૬૦/૮)ને પકડી લઇ રૂ. ૭૨૦૦૦નો ૧૮૦ બોટલ દારૂ તથા ૧ લાખની કાર કબ્જે લીધી હતી. આ શખ્સની વિશેષ પુછતાછ થઇ રહી છે. તસ્વીરોમાં પી.આઇ. એચ. એમ. ગઢવી અને બંને ટીમો તથા કબ્જે થયેલો દારૂ જોઇ શકાય છે.

(12:56 pm IST)