Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ઉપલેટામાં ફટાકડા ફોડવા મામલે સચીન રાઠોડ અને યશ સુવા પર આશીફ, ગુલામ રસુલ, મોહમ્મદ જાફરનો લોખંડના પાના અને લાકડીથી હુમલોઃ ગંભીર ઇજા

રાજકોટઃ ઉપલેટામાં કટલેરી બજાર આદર્શ સ્કૂલવાળી શેરીમાં રહેતાં અને બાપા'સ કપડા નામે દૂકાન ચલાવતાં સચીન કાંતિલાલ રાઠોડ (ઉ.૩૧) પર દિવાળી-બેસતા વર્ષની રાતે આસીશ ધરાર, ગુલામ રસુલ  ધરાર અને મોહમદજાફર ધરાર નામના શખ્સોએ લોખંડના પાના અને લાકડીથી હુમલો કરી માર મારતાં આંખ નીચેના ભાગે તથા માથામાં ગંભીર ઇજા થઇ હતી. વચ્ચે પડેલા યશ સુવાને પણ ઇજા પહોંચી હતી. ત્રણેયએ હુમલો કરી માથે જતાં મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ફટાકડા ફોડવા મામલે આ માથાકુટ થયાનું પોલીસ ફરિયાદમાં જણાવતાં પીએઅસાઇ આર. એલ. ગોયલએ તપાસ હાથ ધરી છે.

 

(11:58 am IST)