Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

જેતપુર નવાગઢમાં ઝાડના ખરેલા પાન-ડાળખીનો કચરો સાફ કરવા મામલે ડખ્ખોઃ રશીદભાઇ પીંજારા પર પડોશી ફિરોઝ બેલીમ અને તેના પુત્ર સમીરનો કુહાડીથી હુમલોઃ રશીદના માતાને પણ ઇજા

રાજકોટઃ જેતપુર નવાગઢ રચના ડાઇંગ પાસે ગઢની રાંગ નજીક રહેતાં રશીદ રજાકભાઇ ઠામણીયા (પીંજારા) (ઉ.વ.૨૪) પર પડોશમાં જ રહેતાં ફિરોઝ બેલીમ અને તેના પુત્ર સમીર ઉર્ફ લાલાએ કુહાડીથી હુમલો કરીઇજા કરતાં રશીદના માતા જાહીદાબેન વચ્ચે પડતાં તેણે પણ ઘા ઝીંકી દઇ ઇજા પહોંચાડતાં જેતપુર સીટી પોલીસે ગુનો નોંધ્યો છે. રશીદના કહેવા મુજબ તેના ઘર પાસે ઝાડ હોઇ તેના પાંદડા ખર્યા હોઇ કચરો થયો હોઇ તે કચરો સાફ કરવા મામલે ઝઘડો કરી આ હુમલો કરાયો હતો.

(11:52 am IST)