Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભીંતરની કથા

પ્રવિણભાઇ કોટક ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા? ૧૭-૧૮ કિલો વજન ઉતરી ગયું? આર્થિક-સામાજીક કે હેલ્થ પ્રોબ્લેમ...?

લોહાણા મહાપરીષદના પ્રમુખના રાજીનામા પાછળ ચર્ચાતી વિગતો : મહાપરીષદની વરણી સમિતિમાં કુલ ર૭ સભ્યો છે, જેમાંથી પ્રવિણભાઇ પાસે ૧૬ થી ૧૭ સભ્યોનો ટેકો : યોગેશભાઇ લાખાણીના સમર્થકો પણ લડી લેવાના મૂડમાં : સૌરાષ્ટ્રને મહાપરીષદનું પ્રમુખપદ અપાવવા માટે મક્કમ એકતા અતિ જરૂરીઃ મહાપરીષદનું પ્રમુખપદ મેળવવાનો ગોલ્ડન ચાન્સ

રાજકોટ તા. ૬ :.. લોહાણા જ્ઞાતિની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ નવા પ્રમુખપદને લઇને હાલમાં વિવાદમાં છે ત્યારે ર૦૧પ થી મહાપરીષદના પ્રમુખપદે રહેલ પ્રવિણભાઇ કોટકે ર૦ર૦ થી ર૦રપ ની સતત બીજી ટર્મ માટે પ્રમુખપદ નહીં સ્વિકારવા અને રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા પાછળ સમગ્ર વિશ્વના લોહાણા સમાજમાં ચર્ચાઓનું ઘોડાપુર આવી ગયું છે.

આધારભૂત વર્તુળોમાં ચર્ચાતી ભીંતરની કથારૂપે વાત કરીએ તો...

- પોતે મહાપરીષદના પ્રમુખપદે રહેવા માંગતા નથી અને તેમાંથી કોઇપણ ભોગે મુકત થવા માંગે છે તેવી વાત ધ્રુસકે-ધ્રુસકે રડતા - રડતા પ્રવિણભાઇ કોટકે પરેશભાઇ ભુપતાણીને કરી હોવાની ભારે ચર્ચા છે.

- બીજી ટર્મમાં પરાણે પ્રમુખ બની જવાના વિવાદ સંદર્ભે તથા કુટુંબ માટે એકપણ મિનીટનો સમય ન આપવાના કારણે કૌટુંબિક તથા સામાજીક રીતે પ્રવિણભાઇ કોટક ભયંકર પ્રેશરનો સામનો કરી રહ્યાની પણ એવી જ ચર્ચા છે.

- પ્રવિણભાઇ કોટક તથા તેના કુટુંબીજનો દ્વારા કચ્છ ખાતે મુંદ્રામાં એક ફેકટરી તથા ભાવનગર ખાતે એક આલીશાન હોટલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ આ બંને વ્યવસાયિક સાહસને સફળ બનાવવાના - કાર્યરત કરવાના બાકી હોવાના કારણે અને આ બધા પાછળ  મહાપરીષદનું પ્રમુખપદ (સેવા) કેટલાંક અંશે જવાબદાર હોવાનું કુટુંબના સભ્યો માની રહ્યાની પણ વાત છે.

- સાથે -સાથે આ બધાં જ પરિબળોને કારણે પ્રવિણભાઇ કોટકને હેલ્થ ઇસ્યુ પણ થઇ ગયાની ચર્ચા છે. તેઓનું વજન પણ ૧૭ થી ૧૮ કિલો જેટલું  ઉતરી ગયાનું સંભળાઇ રહયું છે. જો કે તેઓએ ભૂતકાળમાં વજન તથા ચરબી ઉતારવા માટે બેરીયાટ્રીક સર્જરી કરાવી હોવાથી આવું થતું હોવાની  પણ ચર્ચા થઇ રહી છે.

- મહાપરીષદની વરણી સમિતિમાં કુલ ર૭ સભ્યો છે જે વોટીંગ કરી શકે છે. જેમાંથી પ્રવિણભાઇ કોટક પાસે ૧૬ થી ૧૭ સભ્યોના વોટ હોવાની ચર્ચા છે.

જયારે ૧૦ થી ૧૧ સભ્યો પરેશભાઇ ભુપતાણી તથા યોગેશભાઇ લાખાણીના સમર્થકો  પાસે હોવાનું મનાય છે. જેથી ૪ થી પ વોટ માટે ભારે રસાકસી રહેવાની ધારણા છે.

જો કે યોગેશભાઇ લાખાણીના સમર્થકો પણ લડી લેવાના જ મૂડમાં હોવાના નિર્દેશો મળી રહયા છે.

સ્વ. જયંતીભાઇ કુંડલીયાના પ્રમુખપદ પછી ફરી પાછંુ મહાપરીષદનું પ્રમુખપદ સૌરાષ્ટ્રને મળે તે માટે સર્વે મહાજનો તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ અને લોકો વચ્ચે મક્કમ એકતા થાય તે અતિ જરૂરી હોવાનું અગ્રણીઓ કહી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્રમાં લોહાણા   જ્ઞાતિની ખૂબ મોટી વસ્તી છે. સૌરાષ્ટ્રના પ૦થી વધુ લોહાણા મહાજનોના સમર્થન પત્રો પણ સૌરાષ્ટ્રના એક અગ્રણી પાસે હોવાની ચર્ચા છે. સતત અન્યાય થશે તો સૌરાષ્ટ્ર માટે અલગ લોહાણા મહાપરિષદના રચનાની  પણ એક તબકકે ચર્ચા ચાલી હતી.

ઉપરાંત વિશ્વનું સૌથી મોટું ગણાતું રાજકોટ લોહાણા મહાજન પણ સૌરાષ્ટ્રમાં જ છે. સૌરાષ્ટ્ર માટે મહાપરીષદનું પ્રમુખપદ મેળવવાનો સોનેરી મોકો આવ્યો છે.

- એવી પણ ચર્ચા છે કે પ્રવિણભાઇ કોટકે પરેશભાઇ ભુપતાણી સમક્ષ સતીષભાઇ વિઠ્ઠલાણીના નામનો પ્રસ્તાવ પ્રમુખપદ માટે મૂકયો ત્યારે પરેશભાઇ ભુપતાણીએ સૌપ્રથમ સતીષભાઇ વિઠ્ઠલાણીનો ભૂતકાળ  જોઇ જવાનું પ્રવિણભાઇને કહી દીધું ં હોવાની જબરી

લોહાણા મહાપરીષદના વરણી સમિતિના ૨૭ સભ્યો

. પ્રવિણભાઇ કોટક - અમદાવાદ

. ઉમંગભાઇ ઠક્કર - અમદાવાદ

. રવિન્દ્રભાઇ વાઘાણી - કોલકાતા

. યોગેશભાઇ લાખાણી - અમદાવાદ

. પરેશભાઇ ભુપતાણી - અમદાવાદ

. સતીષભાઇ વિઠ્ઠલાણી - મુંબઇ

. અજયભાઈ વડેરા - ગોંદિયા

. શરદભાઇ આડતીયા - જૂનાગઢ

. પોપટલાલ અખાણી - ભાભર

. નીમાબેન આચાર્ય - ગાંધીધામ

. અશ્વિનભાઈ ઠક્કર - કોઈમ્બતુર

. પ્રમોદભાઇ પટેલીયા - નાગપુર

. મુકેશભાઇ પુજારા - રાપર

. હરીશભાઇ ઠક્કર - અમદાવાદ

. પિયુષભાઇ ગંઠા - મુંબઇ

. હિંમતભાઇ કોટક - અમદાવાદ

. નીતિનભાઇ પાંધી - મુંબઇ

. ઠાકોરભાઇ ઠક્કર - બરોડા

. સુરેશભાઇ ચંદારાણા - રાજકોટ

. કે.સી. ઠક્કર - ગાંધીધામ

. જીતેન્દ્રભાઇ ઠક્કર - નાસિક

. નરેન્દ્રભાઇ દાવડા - નાગપુર

. વિનોદભાઇ ઓંધિયા - કોલકત્તા

. મુકેશભાઇ સાગલાણી - ગોવા

. નવીનભાઇ કાનાબાર - આફ્રિકા

. હેમંતભાઇ કાથરાણી - ભુવનેશ્વર

. નવીનચંદ્ર રવાણી - અમદાવાદ

(3:55 pm IST)