Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી મેઇન રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસકો દ્વારા ઙ્કસૌનો સાથ સૌનો વિકાસઙ્ખ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૪માં લોકોની વધુ સારી સુવિધાના ભાગરૂપે વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી મેઈન રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે વોર્ડ નં.૧૪ ભાજપના પ્રભારી નિલેશભાઈ જલુ, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, વોર્ડ નં.૧૪ ભાજપના પ્રમુખ અમીષભાઈ જોષી, વોર્ડ નં.૧૪ ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, જગદીશભાઈ કયાડા, મહેશભાઈ પરમાર, રાજુભાઈ ટાંક, અરવિંદભાઈ તલસાણીયા, અતુલભાઈ ધામી, કૌશલભાઈ ધામી, જતીનભાઈ બોરીચા, ભરતભાઈ ઢોલરીયા, ગીરીશભાઈ પોપટ, કેયુરભાઈ મશરૂ, નરેન્દ્રભાઈ મકવાણા, હિનાબેન આડેસરા, નિર્મલભાઈ ગુજરાતી, શિવલાલભાઈ પંડયા, રાકેશભાઈ ગોહિલ, વી. કે. મહેતા, અજીતસિંહ પરમાર, ગોપુભા પરમાર, શિવરાજસિંહ, જસાભાઈ જાયડા તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)