Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વોર્ડ નં.૧ના આલાપગ્રીન સિટી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં રૂ.૧૫ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નખાશે :કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧ રૈયા રોડ, આલાપ ગ્રીન સિટી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં મેયર બિનાબેન આચાર્યના હસ્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી રૂ.૧૫ લાખના ખર્ચે પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન બાબુભાઈ આહિર, આલાપ ગ્રીનસીટીના પ્રમુખ જયશ્રીબેન વેકરીયા, રસિકભાઈ બદરકિયા, ભાવેશભાઈ પરમાર, દેવાયતભાઈ ડાંગર, હેમંતભાઈ બોરીચા, યુવરાજસિંહ ચુડાસમા, અમિતભાઈ ચૌધરી, વિપુલભાઈ શુકલ, પ્રીતભાઈ ધાધલ, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઈ જેઠવા, રાજુભાઈ સવનીયા, અશ્વિનભાઈ પાણખરીયા, બીપીનભાઈ શાહ, ભરતભાઈ ત્રિવેદી, અજીતભાઈ પટેલ, વલ્લભભાઈ ઠુંમર, દીપકભાઈ પટેલ, નિલેશભાઈ રાઠોડ, ડાઙ્ખ. ભોજની સાહેબ, નરેન્દ્રભાઈ જોષી, શશીકાંતભાઈ શીંગાળા, રામજીભાઈ, મુકેશભાઈ સાસલા, જીવનભાઈ સોલંકી, વિજયભાઈ રાઠોડ, ભરતસિંહ ચુડાસમા વિગેરે સહીત વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)