Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જીતેન્દ્ર રાદડીયા પી.એચ.ડી. થયા

'સૌરાષ્ટ્રના કૃષિ વિકાસમાં મુદ્રણ માધ્યમોની ભૂમિકા વિષે મહાશોધ નિબંધ લખ્યો

રાજકોટ :  'ચિત્ર લેખા' મેગેઝીનના યુવા પત્રકાર જીતેન્દ્ર રાદડીયાએ પી.એચ.ડી.ની પદવી મળી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી. શેઠ પત્રકરાત્વ ભવનમાંથી સૌરાષ્ટ્રના કૃષિ વિકાસમાં મુદ્રણ માધ્યમોની ભૂમિકા વિષય પર મહાશોધ નિબંધ લખ્યો છે. આ મહાશોધનિબંધમાં પત્રકારત્વ ભવનના હેડ અને પ્રોફેસર ડો. નીતાબેન ઉદાણીનું પૂરતું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે. જેના થકી વર્ષ ૨૦૧૬થી આ શોધનિબંધનું કાર્ય હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્રમાં બારમાસી નદીનો અભાવ છે પરિણામે સિંચાઇના પાણીની અછત એની વચ્ચે પણ ગુજરાતના કૃષિ વિકાસદરમાં સૌરાષ્ટ્રનું યોગદાન તો માતબર છે. સૌરાષ્ટ્રની ભૌગોલિક રચના ઉંધી રકાબી જેવી છે એટલે વરસાદ જેટલો પડે એમાનું મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ દર ત્રણ વર્ષે બે વર્ષ નબળાં રહેતાં હોય એવું પણ બનતું આવ્યું છે.

સૌરાષ્ટ્રનાં મુખ્ય પાક, એની ઉપજ, મગફળીના પાકમાં સૌરાષ્ટ્રનો મહત્ત્।મ હિસ્સો ઉપરાંત ઘઉંના ઉત્પાદનમાં પણ અગ્ર હોય છે. કપાસ ઘણાં વર્ષોથી સૌરાષ્ટ્રના મુખ્ય પાકમાં સ્થાન પામે છે. તેલીબિયાં અને ખાદ્ય પાકમાં પણ સૌરાષ્ટ્રનો હિસ્સો ૬૫ ટકાની આસપાસ છે. આ બધી વિગતો મેં મારા શોધનિબંધમાં ઉલ્લેખ કર્યો છે. આમ છતાં ફકત કૃષિને સમર્પિત કોઇ દૈનિકપત્ર સૌરાષ્ટ્રમાં જોવા મળતું નથી. રાજકોટથી પ્રગટ થતાં મુખ્ય પ્રાતૅં દૈનિકો કૃષિ ક્ષેત્રને કઇ રીતે ઉપયોગી થઇ રહયાં છે એ વિશે મહાશોધનિબંધમાં કામ કર્યું છે. જેમાં મને અખબારના તંત્રીશ્રીઓનો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો અને ખેડૂતમિત્રોનો સહયોગ મળ્યો છે એ બદલ એમનો આભારી છું.

  જીતેન્દ્ર રાદડીયાનો જન્મ જેતપુર તાલુકાના મંડલિકપુર ગામે થયો છે. નાનપણથી જ કૃષિ સાથે સંકળાયેલો છું અને મારા માતા-પિતા આજે પણ ખેતી કરે છે. આ માટે જ કૃષિ અને જર્નાલિઝમ બન્ને વિષયને સાંકળીને આ કાર્ય હાથ ધર્યું છે. શૈક્ષણિક કારકિર્દીમાં કોમર્સમાં ફર્સ્ટ કલાસ સાથે સ્નાતક કર્યું છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાંથી માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન અને એમ.ફીલની ડિગ્રી ફર્સ્ટ કલાસ સાથે મેળવી છે.  કેરીયરની શરુઆત સૌરાષ્ટ્ર આસપાસ દૈનિકથી કરી હતી. ત્યારબાદ અબતક સાંધ્ય દૈનિકમાં ત્રણ વર્ષ અલગ-અલગ ફિલ્ડનું રીપોર્ટીંગ કર્યું અને છેલ્લા ૭ વર્ષથી ગુજરાતી ભાષાના નંબર વન ગુજરાતી મેગેજિન ચિત્રલેખાની રાજકોટ ઓફિસમાં રિપોર્ટર તરીકે કામ કરી રહયા છે. અને છેલ્લા ૧૦ વર્ષથી મીડિયા સાથે સંકળાયેલા છે. (જીતેન્દ્ર રાદડીયા મો.૮૮૬૬૭ ૫૦૬૫૮)

(3:50 pm IST)