Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સમાજ જીવનમાં મહામુલુ યોગદાન આપવા બદલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વ.કેશુભાઈ પટેલ, કિરીટભાઈ ગણાત્રા, પૂ. ભાઈશ્રી, ડો. શિવાન, આશિષ ચૌહાણ, ભાણદેવજીને ડી.લીટની માનદ પદવી એનાયત થશે

ઉમાશંકર જોષી, મનુભાઈ પંચોલી, જયપ્રકાશ નારાયણ, સામ પિત્રોડા, પૂ.પાંડુરંગદાદા, દિપચંદ ગાર્ડી સહિત ૧૨ મહાનુભાવોને ડી.લીટની પદવી એનાયત થયેલ છે

રાજકોટ, તા. ૭ : શિક્ષણ જગતની સર્વોત્તમ પદવી એટલે ડી.લીટ (ડોકટર ઓફ લીટરેચર) આ ડિગ્રી સમાજની બહુમૂલ્યવાન - પ્રતિષ્ઠિત અને સમાજ જીવન બહુ મોટું પ્રદાન હોય તેવી પ્રતિભાશાળી વ્યકિતઓને ડી.લીટની પદવી આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર ૫ કે ૧૦ વર્ષે સમાજના બહુપ્રતિષ્ઠિત વ્યકિતત્વને ડી.લીટની પદવી આપીને સન્માનિત કરે છે. છેલ્લા ૪ દાયકામાં કુલ ૧૨ વ્યકિતઓને ડી.લીટની પદવી એનાયત થઈ છે.

ગઈકાલે કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સીન્ડીકેટ સભ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.મેહુલ રૂપાણીએ કુલપતિને પત્ર લખીને માજી મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ, પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ઈસરોના ચેરમેન ડો.શિવાન તેમજ સભ્યો દ્વારા 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી આશિષભાઈ ચૌહાણ અને શ્રી ભાણદેવજીને ડોકટર ઓફ લીટરેચર (ડી.લીટ)ની માનદ પદવી આપવા સીન્ડીકેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

ડી.લીટની પદવી માટે સીન્ડીકેટની ભલામણને સેનેટમાં મંજૂર અર્થ મૂકાશે અને બાદમાં કુલાધિપતિ રાજયપાલજીને દરખાસ્ત મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા ૪૭ વર્ષમાં ૧૨ પ્રતિભાવંત વ્યકિતઓને ડી.લીટની પદવી એનાયત કરી છે. જેમાં ૧૯૭૩માં પંડિત સુખલાલજી સંઘવી, શ્રી ઉમાશંકર જોષી, ૧૯૭૯માં જયપ્રકાશ નારાયણ, ૧૯૯૧માં શ્રી કે.કા.શાસ્ત્રી, શ્રી મનુભાઈ પંચોલી 'દર્શક' શ્રી સામ પિત્રોડા, ૧૯૯૨માં શ્રી સવિતાબેન મહેતા, ૧૯૯૮માં શંભુપ્રસાદ દેસાઈ, પૂ.શ્રી પાંડુરંગદાદા આઠવલે, શ્રી દત્તોપંત ઠેગણી, શ્રી હરીવલ્લભ ભાયાણી અને ૨૦૦૪માં ડો.દિપચંદભાઈ ગાર્ડીને ડી.લીટની પદવી એનાયત થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા જેમને ડી.લીટની પદવી એનાયત કરવામાં આવી તેની વિગત

ક્રમ

નામ

ડી.લીટની પદવી આપ્યા તારીખ

વર્ષ

પંડિત સુખલાલજી સંઘવી

તા.૧૧-૦૩-૧૯૭૩

૧૯૭૩

શ્રી ઉમાશંકર જોષી

તા.૧૧-૦૩-૧૯૭૩

૧૯૭૩

જયપ્રકાશ નારાયણ

તા.૧૪-૧૦-૧૯૭૯

૧૯૭૯

શ્રી કે.કા.શાસ્ત્રી

તા.૨૨-૧૨-૧૯૯૧

૧૯૯૧

શ્રી મનુભાઈ પંચોલી 'દર્શક'

તા.૨૨-૧૨-૧૯૯૧

૧૯૯૧

શ્રી સામ પિત્રોડા

તા.૨૨-૧૨-૧૯૯૧

૧૯૯૧

શ્રી સવિતાબેન મહેતા

તા.૩૧-૧-૧૯૯૨

૧૯૯૨

શ્રી શંભુપ્રસાદ દેસાઈ

તા.૨૯-૧૧-૧૯૯૮

૧૯૯૮

શ્રી પાંડુરંગ આઠવલે

તા.૨૯-૧૧-૧૯૯૮

૧૯૯૮

૧૦

શ્રી દ-તોપંત ઠેગણી

તા.૨૯-૧૧-૧૯૯૮

૧૯૯૮

૧૧

શ્રી હરિવલ્લભ ભાયાણી

તા.૨૯-૧૧-૧૯૯૮

૧૯૯૮

૧૨

ડો.દિપચંદભાઈ ગાર્ડી

તા.૧૧-૦૧-૨૦૦૪

૨૦૦૪

(2:50 pm IST)